Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: પાલિકાની સામાન્ય સભામાં કોંગી કોર્પોરેટર દ્વારા હોબાળો થયો

પાલિકાની સામાન્ય સભા ચાલુ થાય તે અગાઉ સભામાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વેરાબીલ, પાણીના મીટર અને પ્રસંગોમાં ભાડે આપવામાં આવતા હોલના ભાડા વધારા સહિતનાં મુદ્દે કોંગ્રેસી કોર્પોરેટર્સ દ્વારા સામાન્ય સભા અગાઉ હોબાળો મચાવવામાં આવ્યો હતો. જો કે પોલીસ મંજુરી નહી હોવાથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જ પાણીના મીટર અને ગટર સહિતનાં પ્રશ્ને કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું.

સુરત: પાલિકાની સામાન્ય સભામાં કોંગી કોર્પોરેટર દ્વારા હોબાળો થયો

સુરત : પાલિકાની સામાન્ય સભા ચાલુ થાય તે અગાઉ સભામાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વેરાબીલ, પાણીના મીટર અને પ્રસંગોમાં ભાડે આપવામાં આવતા હોલના ભાડા વધારા સહિતનાં મુદ્દે કોંગ્રેસી કોર્પોરેટર્સ દ્વારા સામાન્ય સભા અગાઉ હોબાળો મચાવવામાં આવ્યો હતો. જો કે પોલીસ મંજુરી નહી હોવાથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જ પાણીના મીટર અને ગટર સહિતનાં પ્રશ્ને કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું.

fallbacks

વડોદરા: નૂર્મની સાઇટ પર પાણી ભરેલા ખાડામાં પડીતા શ્રમજીવી પરિવારનાં બાળકનું મોત

પાણીના મીટરનો વિરોધ
મહાનગર પાલિકાની સામાન્ય સભા અગાઉ તોફાન મચાવ્યા બાદ સભાગૃહમાં પણ કોંગ્રેસનાં કોર્પોરેટર દ્વારા પુણા સહિતનાં વિસ્તારમાં 24 બાય 7 પાણીના મીટર યોજના બાબતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસનાં કોર્પોરેટર હાથમાં પોસ્ટર લઇને સામાન્ય સભા પહેલા વિરોધ દર્શાવ્યો હતો. પાણી સમિતીનાં ચેરમેન હિંમત બેલડીયાને પડકાર ફેંક્યો હતો. પાણીના મીટર બાબતે પણ ચર્ચા કરવા માટે કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે ભાજપ દ્વારા નગરજનોને લૂંટવામાં આવી રહ્યા છે. 

માંગરોળમાં દિપડા બાદ મગરથી ફફડતા ખેડૂતો, ફોરેસ્ટનું વાઇ વાઇ વાડી દી ઉગે દાડી જેવું વલણ

અપશબ્દો મુદ્દે ફરી હોબાળો
કોંગ્રેસનાં કોર્પોરેટર મનોજ ચોવટીયા દ્વારા સામાન્ય સભામાં અપશબ્દો બોલાયા હોય તેની માફી માંગવા મેયરે જણાવ્યું હતું. જેના મુદ્દે ફરીથી સામાન્ય સભામાં હોબાળો મચી ગયો હતો. એકવાર હોબાળો શાંત થયા બાદ ફરી સભા ચાલુ થતા હોબાળો મચ્યો હતો. આ ઉપરાંત બીઆરટીએસ બસમાં ભાજપના કોર્પોરેટરની મિલીભગત હોવાનો આરોપ લગાવતા ભાજપ અને કોંગ્રેસનાં કોર્પોરેટરો સામસામે આવી ગયા હતા. છુટ્ટાહાથની મારામારી થવા લાગી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More