Home> Gujarat
Advertisement
Prev
Next

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જર્મનીથી આવ્યા મોંઘેરા મહેમાન, કહ્યું; મેં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ જોયું, પણ અહીં તો...'

તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી વોલ્ટર જે. લીન્ડનરે આગમન થતા ગાઇડમિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જર્મનીથી આવ્યા મોંઘેરા મહેમાન, કહ્યું; મેં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ જોયું, પણ અહીં તો...'

જયેશભાઈ દોશી/વડોદરા: જર્મનીનાં ભારત સ્થિત રાજદૂત વોલ્ટર જે. લીન્ડનરે પોતાના પ્રતિનિધિમંડળ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાચા ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમુનો છે, મેં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ જોયુ છે. પણ સરદાર સાહેબની આટલી વિશાળ પ્રતિમા જોઇને હું મંત્રમુગ્ધ થયો છું. બીજી વાર પણ જરૂર આવીશ અને જર્મનીના સાંસદોને પણ સાથે લાવીશ.

fallbacks

તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રતિમાના નિર્માણ થકી સમસ્ત એકતાનગરનો વિકાસ થયો છે અને સાથે સાથે સ્થાનિય આદિવાસી સમાજને પણ સીધી રોજગારી મળી છે. જે ભારતના પ્રધાનમંત્રીશ્રીના પ્રયત્નોને કારણે શકય બન્યુ છે.  જર્મની ગણરાજયનાં ભારત સ્થિત રાજદૂત  વોલ્ટર જે. લીન્ડનરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની ભાવવંદના કરી હતી. ત્યારબાદ 135 મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો. 

fallbacks

તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી વોલ્ટર જે. લીન્ડનરે આગમન થતા ગાઇડમિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ, જે બાદ તેમણે પ્રસન્નતા વ્યકત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે જનસંપર્ક વિભાગ દ્વારા ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More