Home> Gujarat
Advertisement
Prev
Next

કચ્છના હરિયાળા મલકમાં વિનાશ નોતરશે GHCL નો પ્લાન્ટ, 20 ગામોને સીધી અસર કરશે : રિપોર્ટ

GHCL Plant Protest : કચ્છ જિલ્લાના માડવી તાલુકાના બાડા નજીક સ્થપાનાર GHCL કંપની આસપાસના વિસ્તારમાં વિનાશ નોતરશે. જીએચસીએલ કંપનીના એનવાયરમેન્ટ એસેસમેન્ટ રીપોર્ટમાં પણ ચોંકાવનારી વિગતો આપવામાં આવી છે 

કચ્છના હરિયાળા મલકમાં વિનાશ નોતરશે GHCL નો પ્લાન્ટ, 20 ગામોને સીધી અસર કરશે : રિપોર્ટ

Kutch News ગૌરવ પટેલ/અમદાવાદ : વિકાસ નોતરશે વિનાશ?.... જી હાં... આ વિકાસ નોતરશે વિનાશ...... આપણે દુનિયાને મદદ કરવા માટે જન્મ્યા છીએ, તેનો નાશ કરવા માટે નહીં, તો પછી આપણે પર્યાવરણનો કેમ નાશ કરી રહ્યા છીએ? જો આપણે આપણી આગામી પેઢી ભવિષ્યની પેઢીને સ્વચ્છ પર્યાવરણ નહીં આપીશું તો ઈતિહાસ અને ભવિષ્ય આપણને માફ નહી કરે.  શું તમને ખબર છે ગુજરાતના પર્યાવરણ પર મોટા આક્રમણમની તૈયારી થઈ રહી છે.  કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના સ્લોગન વાળા કચ્છના માંડવી તાલુકાના પર્યાવરણમાં  ઝેર ઘોલવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. સ્વર્ગ જેવા માંડવીને નર્કમાં ધકેલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિકાસની આડમાં મોતના મુખમાં માંડવીને નાખવામાં આવી રહ્યું છે. જેથી અમે કહી રહ્યા છે આ વિકાસ નોતરશે વિનાશ?

fallbacks

કચ્છ જિલ્લાના માડવી તાલુકાના બાડા નજીક સ્થપાનાર GHCL કંપની આસપાસના વિસ્તારમાં વિનાશ નોતરશે. સ્થાનિકો દ્વારા દાવો પ્રમાણે જીએચસીએલ કંપનીના એનવાયરમેન્ટ એસેસમેન્ટ રીપોર્ટમાં કહેવાયુ છે કે તે આસપાસના ૨૦ થી વધારે ગામને અસર કરશે. આવા સંજોગેમાં પ્રાઇવેટ કંપનીના પ્રોફીટ માટે આ સ્થળે પ્લાન્ટ નાંખવો યોગ્ય નથી.

જમીન, પાણી, હવાને દૂષિત કરશે
ગુજરાત હેવી કેમીકલ લીમીટેડ કંપની (GHCL) નો પ્લાન્ટ કચ્છના બાડા નજીક સ્થપાય તે પહેલાંજ વિવાદમાં આવ્યો છે. સ્થાનિક ખેડુતો, માલધારીઓ, પશુપાલકો અને માછીમારો દ્વારા આ પ્લાન્ટનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. રાજ્યના કર્મશીલો, પર્યાવરણ વિદ્દ અને પ્રકૃતિ સાથે સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે આ પ્લાન્ટ માટે કચ્છનો દરિયા કિનારો પસંદ કરવામાં આવ્યો છે. જોકે આ પ્લાન્ટથી પર્યાવરણને ખુબ મોટુ નુકસાન થશે. જમીન, પાણી ઉપરાંત સમગ્ર જીવ સૃષ્ટીને વિપરીત અસર થશે. કચ્છ પ્રદેશની વાત કરવામા આવેતો સામાન્ય માણસની માનસ પટલ પર સુકો પ્રદેશ એવી છાપ ઉભી થાય છે. પણ જ્યારે કચ્છના માંડવી વિસ્તારની વાત કરવામાં આવે તો સુકા પ્રદેશની છાપ દુર થાય છે. માંડવી અને તેની આસપાસનો વિસ્તાર લીલો હરિયાળો અને રળિયામણો છે. આ વિસ્તારને ખેતી પશુ પાલન બાગાયતી પાકો તથા દરિયા કિનારાને માછીમારોનું હબ કહેવાય છે.

આરોગ્ય વિભાગના પેટનું પાણી ન હલતા ખ્યાતિ મોતકાંડની તપાસમાં દિલ્હીની ટીમની એન્ટ્રી થઈ 

ખેતીના પાકને નષ્ટ કરશે
અહી સારા પ્રમાણમાં કપાસ, મગફળી, ઘઉ સહિતના ખેતીના પાક લેવાય છે. તો ખારેક, દાડમ અને ડ્રેગન ફ્રુટ જેવા બાગાયતી પાકનું અહીં મબલખ ઉત્પાદન થાય છે. વળી આ વિસ્તારમાં નર્મદા નદીના નિર પહોંચતાં વિસ્તાર નંદનવન બન્યો છે. કચ્છમાં માલધારીઓની સંખ્યા મહત્તમ હોવાથી અહી દુધનુ ઉત્પાદન ઉચુ છે માટે જ અહી સરહદ અને માહી ડેરીનો વિકાસ થયો છે. અહી ખેતી પશુપાલન માછીમારી અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગોની એક ઇકો સીસ્ટમ તૈયાર થઇ છે જે કોઇ કેમીકલ પ્લાન્ટના આવવાથી પડી ભાંગશે તેવું એન્વાર્યમેન્ટલ એક્ટિવિસ્ટ મોદિતા વિદ્રોહીએ જણાવ્યું. 

કુદરતી તૈયાર થયેલી રોજગારીની ઈકો સિસ્ટમ પડી ભાંગશે
ગુજરાત હેવી કેમીકલ લીમીટેડ દ્વારા અને સરકાર દ્વારા સતત એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે કંપનીનો પ્લાન્ટ આવવાને કારણે આ વિસ્તારમાં રોજગારીનું સર્જન થશે. જોકે હકીકત એ છે કે આ વિસ્તારના લોકો પેઢી દર પેઢીથી ખેતી પશુપાલન અને માછીમારી કરતાં આવ્યા છે. તેમના વડિલો પાસેથી આ માર્ગદર્શન મેળવી સ્કીલ ડેવલપ કરી છે. જો આવા સંજોગોમાં કોઇ કંપનીમાં તેઓ નોકરી કરવાનો સમય આવશે તો તે તેમની સ્કીલ ગુમાવશે. જેના કારણે કુદરતી તૈયાર થયેલી રોજગારીની ઈકો સીસ્ટમ પડી ભાંગશે. આ વિસ્તારની ખેતી એટલી સમૃદ્ધ છે કે રાજસ્થાન અને હરિયાણાથી ખેત મજુર પરિવાર અહી રોજગારી મેળવવા માટે આવે છે. ગુજરાત હેવી કેમીકલ લીમીટેડના પ્લાન્ટની વિપરીત અસર માત્ર બાડા પુરતી સમિતિ રહેવાની નથી તેનુ ઉદાહરણ કંપનીના સુત્રાપાડાના પ્લાન્ટ પરથી મળે છે. ગીર સોમનાથના આ વિસ્તારમાં ખેતીનું ઉત્પાદન નહિવત થતાં વિકાસ રૂંધાયો છે. સ્થાનિક લોકોમાં ચામડી અને શ્વાસના રોગોમાં વધારો થયો છે. દરિયાઈ જીવ સૃષ્ટી પર અસર થઇ છે અને સામાન્ય જીવન ખોરવાયું છે.

જો ગુજરાત હેવી કેમીકલ લીમીટેડનો પ્લાન્ટ બાડા નજીક સ્થપાશે તો તેની આસપાસનો વિસ્તાર ઉજ્જડ અને વેરાન બનશે કેમકે ભુગર્ભ જળ એક જગ્યાએ સ્થિર રહેતાં નથી અને વહેતાં હોય છે આ જ રીતે હવા પણ એક જગ્યાએ બંધાયેલ નથી તે સતત વહેતી રહે છે જેનાથી પ્લાન્ટના પ્રદુષણની અસર દુર સુધી ફેલાશે.આ સંભવિત પ્લાન્ટના પગલે કુદરતી રીતે સુચારુ તંત્ર ડિસ્ટર્બ થશે માટે કોઇ પ્રાઇવેટ કંપનીના પ્રોફીટ માટે આ સ્થળે પ્લાન્ટ નાખવો વ્યાજબી નથી.

વૈજ્ઞાનિકોએ 2024 માટે કરેલી ભવિષ્યવાણી સાચી પડી! 2025 માટે આપી મોટા ખતરાની ચેતવણી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More