Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના દરિયા કાંઠે તણાઈ આવ્યું મહાકાય જીવ, લોકોએ દરિયાનું પાણી પીવડાવી જીવતું રાખ્યું

Surat News : સુરતના ઓલપાડના મોર ભગવા ગામે વ્હેલ માછલી દરિયામાંથી તણાઈ આવી...20 ફૂટ લાંબુ વ્હેલ માછલીનું બચ્ચુ દરિયા કાંઠે તણાઈ આવ્યું...ગ્રામજનો માછલીને દરિયામાં નાખવા કરી રહ્યાં છે મથામણ..

સુરતના દરિયા કાંઠે તણાઈ આવ્યું મહાકાય જીવ, લોકોએ દરિયાનું પાણી પીવડાવી જીવતું રાખ્યું

Gujarati News સંદીપ વસાવા/સુરત : સુરતના દરિયા કાંઠે વધુ એકવાર મોટી દરિયાય જીવ તણાઈ આવ્યું છે. ઓલપાડ ના દરિયા કાંઠે મોટી વ્હેલ માછલી તણાઈ આવી છે. મહાકાય વ્હેલ દરિયા કાંઠે તણાય આવતા લોકોમાં કૃતુહલ સર્જાયું હતું. જોકે દરિયા કાંઠે કીચડ ફસાયેલ વ્હેલ બચાવવા ગ્રામજનોએ તેમજ વન વિભાગની ટિમ દ્વારા ભારે મેહનત કરવી પડી હતી.

fallbacks

આમ તો કહેવાય છે ને કે ગુજરાતનો દરિયો કિનારો ખુબજ વિશાળ છે. અને આજ દરિયામાં અલગ અલગ પ્રકારનો દરિયાઈ જીવો પણ મળી આવે છે. જોકે ગુજરાતના દરિયામાં ડોલ્ફિન, વ્હેલ જેવી મહાકાય વિશાળ માછલીઓ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અને જો કોઈની નજરે ચઢી જાય તો લોકો કૃતુહલવસ બની જાય છે. થોડા વર્ષો અગાઉ ઓલપાડના દરિયા કિનારે ખાડી વિસ્તારમાં ડોલ્ફિન માછલીઓ કુંડાકા મારતી જોવા મળી હતી. અને તેને જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ત્યારે હાલ ઓલપાડના મોર-ભગવા ગામના દરિયા કિનારે એક ૨૦ ફૂટ જેટલી લાંબી વ્હેલ તણાઈ આવી હતી. માછીમારોની નજર સૌથી પહેલા તેના પર પડી હતી. ત્યારે માછીમારો દ્વારા ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી. લોકોએ જોયું તો, દરિયા કાંઠે કીચડમાં વ્હેલ માછલી ફસાઈ હતી. જોકે, તે શ્વાસ લઈ રહી હોવાથી લોકોને હાશકારો થયો હતો. તેથી તેન બચાવવા માટે લોકોએ વ્હેલ માછલીને દરિયાનું પાણી પીવડાવયુ હતું. તેમજ તેના ઉપર પાણીનો છંટકાવ કરી ગ્રામજનો તેને બચાવવા ભારે મહેનત કરી હતી. વિઓ..

ગ્રામજનો દ્વારા મહાકાય ભારેભરખમ વ્હેલને બચાવવાના પ્રયાસો કરાયા હતા. સાથે જ વન વિભાગની ટીમ પણ દરિયા કાંઠે પહોંચી હતી. વન વિભાગની ટિમ દ્વારા સ્થળ પર પહોંચી જરૂરી તજવીજ હાથ ધરવામાં આવી હતી. વન વિભાગના અધિકારી સચીન ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, વ્હેલનો વન આશરે બે ટન જેટલો તેનો વજનની શક્યતા છે. તેમજ વ્હેલ માછલી ૨૦ થી ૨૫ ફૂટ લાંબી જણાઈ આવે છે. વ્હેલ માછલી ને બચાવવા માટે તેની ઉપર દરિયાના પાણી છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ભરતીના પાણીમાં આ વ્હેલ દરિયા કિનારે પહોંચી જતા તે ફસાયા હોવાનું લોકો જણાવી રહ્યા છે. વ્હેલ માછલી જીવિત હોવાને કારણે દરિયામાં ફરીથી માછલીને છોડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. 

મહત્વનું છે કે ગામના દરિયા કિનારે મોટી વ્હેલ માછલી તણાવ હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ આસપાસના ગ્રામજનો કૃતુહલવસ થઈ વ્હેલ માછલીને જોવા માટે દરિયા કાંઠે પહોંચ્યા હતા. જોકે વન વિભાગ તેમજ ગ્રામજનો દ્વારા વ્હેલ માછલીને બચાવવા કલાકો સુધી મથામણ કરવી પડી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More