Home> Gujarat
Advertisement
Prev
Next

પ્રાણીઓનાં પ્રેમની અદભૂત એકતાની ઘટના બની, ખુંટીયાએ ગૌવંશને સિંહના શિકારથી બચાવી

Lion Attack Viral Video : ગીર જંગલમાં સિંહોના ટોળાએ એક ખુંટીયા પર હુમલો કરતા, બીજો ખુંટીયો મદદે આવી ચઢ્યો હતો, આ અદભૂત નજારાની ઘટના કેમેરામાં કેદ થઈ છે 

પ્રાણીઓનાં પ્રેમની અદભૂત એકતાની ઘટના બની, ખુંટીયાએ ગૌવંશને સિંહના શિકારથી બચાવી

Gir Forest : ગીરના જંગલમાં એક એકથી ચઢિયાતી અદભૂત ઘટનાઓ બનતી હોય છે. ગીર જંગલ એ અલૌકિક નજારાથી ભરેલું છે. અહીં અનેક જંગલી પ્રાણીઓ છે, જે શિકારની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા હોય છે. પરંતું આ પ્રાણીઓમાં એકતા પણ છે. જેનો પુરાવો આપતી વધુ એક ઘટના બની છે. પ્રાણીઓનાં પ્રેમની અદભૂત એકતાની ઘટના સામે આવી છે. જુનાગઢના માંગરોળમાં એક ખુંટીયાએ ગાયને સિંહના શિકારથી બચાવી હતી. 

fallbacks

જૂનાગઢના  માંગરોળના શેરીયાજ બારાની અદભૂત ઘટના સામે આવી છે. ગૌવંશને બે સિંહોનાં મુખમાંથી એક ખુંટીયાએ છોડાવ્યો હતો. સિંહોના ટોળાએ શિકાર કરવા ખુંટીયા પર હુમલો કરી રહ્યા હતા. ત્યાં અચાનક જ તેનો સાથી અન્ય ખુંટીયો આવી જતા બંનેએ સિંહોને ભગાડ્યા હતા. 

આકાશમાં આ દિવસે ચંદ્ર જોવાનું ચૂકતા નહિ, લાખો વર્ષમાં એકવાર આવે છે આવો મોકો

 

 

પ્રાણીઓનાં પ્રેમની અદભૂત એક્તાની ઘટના જ્વલ્લે જ જોવા મળે તેવી હતી. મોતનાં મુખમાંથી એક ખુંટીયાએ તેના સાથી ગૌવંશને બચાવ્યો હતો. શિકારી સિંહોનાં મુખમાંથી ગૌવંશને છોડાવી તેની સાથે અન્ય ખૂંટીયો લઈ આવ્યો હતો. સમગ્ર ઘટનાનો અદભૂત વીડિયો સામે આવ્યો છે. 

માંગરોળના શેરીયાજ બારાની ગતરાત્રે બનેલી ઘટના કેમેરામા કેદ થઈ છે. જેમાં ખુંટીયાની હિંમત સામે સાવજ પણ નબળા જોવા મળ્યા હતા. 

ગુજરાત સરકારના મંત્રીની તબિયત લથડી, નાસ્તો કરતા સમયે વધી ગયું બીપી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More