Home> Gujarat
Advertisement
Prev
Next

આગળ વનરાજા, પાછળ વરરાજા.... ગીરમાં પહેલીવાર જોવા મળ્યું આવુ દ્રશ્ય

Viral Video : સાવરકુંડલામાં વરરાજાની જાન આડે આવ્યા જંગલના રાજા સિંહ, વીડિયો જોઈ દિલ ખુશ થઈ જશે
 

આગળ વનરાજા, પાછળ વરરાજા.... ગીરમાં પહેલીવાર જોવા મળ્યું આવુ દ્રશ્ય

Lion Video Viral કેતન બગડા/અમરેલી : ગીરના જંગલના વનરાજાને પણ જાણે હંમેશા લાઈમલાઈટમાં રહેવુ ગમતુ હોય તેમ તેની હરકતો હોય છે. ગીરના સાવજોના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. જેમા કેટલાક વીડિયો હેરત પમાડે તેવા હોય છે. જોકે, લોકોને ગીરના જંગલના સાવજોના વીડિયો જોવા વધુ ગમે છે. ત્યારે પ્રાણીપ્રેમીઓ માટે વધુ એક વીડિયો સામે આવ્યો છે. 

fallbacks

સાવરકુંડલાના મેવાસાથી વડાળ ગામ વચ્ચે એક જાન જઈ રહી હતી, ત્યારે અચાનક જંગલનો રાજા સિંહ આડે આવી ગયો હતો. વરરાજા અને પાછળ બે ઘોડા સાથે નીકળેલી જાનની આગળથી સિંહે રસ્તો ક્રોસ કર્યો હતો. જોકે, નવાઈની વાત તો એ છે કે, સિંહ શાંતિથી પસાર થઈ ગયો હતો, તો બીજી તરફ વરરાજાની જાને પણ શાંતિથી સિંહ પસાર થાય તેના માટે જાન રોકી હતી. આમ, આ દ્રષ્ય અદભૂત હતું. જેને જાનમાં સામેલ જાનૈયાએ પોતાના મોબાઈલમાં કેદ કર્યુ હતું. 

આ પણ વાંચો : 

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગી આગ, પતિએ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાવી

કોણ છે ભાજપનો ભેદી... ભાજપના આ દિગ્ગજ નેતાઓને પણ ચૂંટણીમાં હરાવવાના પ્રયાસ થયા હતા

કહેવાય છે કે, જો તમે પ્રાણી અને પ્રકૃતિ સાથે ખલેલ ન કરો તો તેઓ પણ તમને હાનિ પહોંચાડતા નથી. ત્યારે આવુ જ કંઈક આ વીડિયોમાં જોવા મળ્યું છે. જંગલના રાજા સિંહે વરરાજાની ફોર વ્હીલ કારની આગળથી પસાર થતો વીડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યાં છે. 

આ પણ વાંચો : ગુજરાતી વિદ્યાર્થીએ કાઠુ કાઢ્યું, રમતા-રમતા વિજ્ઞાન-ગણિત ભણાય તેવી મોબાઈલ ગેમ બનાવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More