Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં અહીં સૂર્ય ફરતે શનિ જેવું વલય દેખાયું, અનોખી ખગોળીય ઘટનાથી લોકોમાં કુતૂહલ

આજે પ્રથમવાર લોકોને સૂર્યની નજીકમાં ગોળ ગોળ ચક્રો દેખાતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતું. સૂર્યની આસપાસ ચક્રો દેખાતાં આ પ્રથમ વખત દેખાયાની લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી છે.

ગુજરાતમાં અહીં સૂર્ય ફરતે શનિ જેવું વલય દેખાયું, અનોખી ખગોળીય ઘટનાથી લોકોમાં કુતૂહલ

ભાવીન ત્રીવેદી/જૂનાગઢ: સૌર મંડળમાં અનેક ખગોળીય ઘટના બનતી હોય છે, જેના કારણે લોકોમાં કૂતૂહલ સર્જાય છે. ત્યારે સુરતના ડુમ્મસ બીચ પર ભયાનક મોટી આકૃતિ દેખાઈ હોવાની વાતો વચ્ચે જુનાગઢ માંગરોળ તાલુકામાં દરીયાઇ પટ્ટી પર સુર્યની આસપાસ ગોળ ચક્રો દેખાતાં લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાઈ હતી. 

fallbacks

આજે પ્રથમવાર લોકોને સૂર્યની નજીકમાં ગોળ ગોળ ચક્રો દેખાતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતું. સૂર્યની આસપાસ ચક્રો દેખાતાં આ પ્રથમ વખત દેખાયાની લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથમાં ખગોળીય ઘટના દેખાઈ છે. જુનાગઢ જિલ્લાના કોડીનાર તાલુકામાં સૂર્ય ફરતે વલય દેખાયું છે. ખગોળીય ઘટનાનો અદભુત નજારો જોવા લોકો નીકળી પડ્યા હતા. આ ઘટનાને લઈને લોકોમાં રોમાંચ સાથે કુતુહલ છવાયું છે. જો કે આવી ઘટનાઓ બનતી રહે છે. વિદેશોમાં ઠંડા પ્રદેશોમાં આ સામાન્ય ઘટના છે, જે ભેજવાળા હવામાનના કારણે સર્જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More