Home> Gujarat
Advertisement
Prev
Next

ગીર સોમનાથ: રામ મંદિર નિધિ એકત્ર કરવા ગયેલા RSS ના કાર્યકર્તાઓ પર હિચકારો હૂમલો, ગામમાં પોલીસનો ખડકલો

છાછર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. ગત રાત્રે ચોક્કસ કોમનાં ટોળા દ્વારા આરએસએસના 5 જેટલા કાર્યકરો પર હુમલો થતા છાછરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. રામ મંદિર નિર્માણ નિધિ એકત્ર કરવા ગયેલા આરએસએસનાં કાર્યકરો પર હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં છાછર ગામમાં ગત રાત્રે આર એસ એસના 5 જેટલા કાર્યકરો પર એક ચોક્ક્સ કોમનું ટોળું તૂટી પડ્યું હતું. પથ્થરથી હુમલો કરતા તમામને નાના મોટી અને ગંભીર ઈજાઓ થતા પ્રથમ કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે. આર એસ એસના કાર્યકર્તા જીગ્નેશ પરમારનાં કહેવા મુજબ તેઓ છાછર ગામે રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ સંદર્ભે છાછર ગામ ગયા હતા. ત્યાં એક હિન્દૂ પરિવારમાં અવસાન થયું હોય ત્યાં ઉત્તરક્રિયામાં ભાગ લઈ પરિવારજનોને સધિયારો આપતા હતા, ત્યારે તેમના પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો. લગભગ 2 થી 3 કલાક સુધી ટોળું આતંક માચાવતું રહ્યું અને સંઘનાં ઘાયલ કાર્યકરો એક ઘરમાં પુરાય રહ્યા હતા. આખરે કલાકો બાદ કોડીનાર પોલીસ પહોંચી અને તમામને બહાર કાઢયા હતા. 

ગીર સોમનાથ: રામ મંદિર નિધિ એકત્ર કરવા ગયેલા RSS ના કાર્યકર્તાઓ પર હિચકારો હૂમલો, ગામમાં પોલીસનો ખડકલો

ગીર સોમનાથ : છાછર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. ગત રાત્રે ચોક્કસ કોમનાં ટોળા દ્વારા આરએસએસના 5 જેટલા કાર્યકરો પર હુમલો થતા છાછરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. રામ મંદિર નિર્માણ નિધિ એકત્ર કરવા ગયેલા આરએસએસનાં કાર્યકરો પર હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં છાછર ગામમાં ગત રાત્રે આર એસ એસના 5 જેટલા કાર્યકરો પર એક ચોક્ક્સ કોમનું ટોળું તૂટી પડ્યું હતું. પથ્થરથી હુમલો કરતા તમામને નાના મોટી અને ગંભીર ઈજાઓ થતા પ્રથમ કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે. આર એસ એસના કાર્યકર્તા જીગ્નેશ પરમારનાં કહેવા મુજબ તેઓ છાછર ગામે રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ સંદર્ભે છાછર ગામ ગયા હતા. ત્યાં એક હિન્દૂ પરિવારમાં અવસાન થયું હોય ત્યાં ઉત્તરક્રિયામાં ભાગ લઈ પરિવારજનોને સધિયારો આપતા હતા, ત્યારે તેમના પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો. લગભગ 2 થી 3 કલાક સુધી ટોળું આતંક માચાવતું રહ્યું અને સંઘનાં ઘાયલ કાર્યકરો એક ઘરમાં પુરાય રહ્યા હતા. આખરે કલાકો બાદ કોડીનાર પોલીસ પહોંચી અને તમામને બહાર કાઢયા હતા. 

fallbacks

બનાસકાંઠા: ડીસા-પાટણ હાઇવે પર ટ્રિપલ અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત

છાછર ગામે રહેતી પ્રજાપતિ મહિલાનું કહેવું છે કે, તેઓનાં માતાનું અવસાન થતા ઘરે ઉત્તરક્રિયાની વિધિ હતી. જેમાં સહભાગી થવા સંઘ કાર્યકરો આવ્યા હતા. તેમનો દીકરો બે દિવસ પહેલા દવા લેવા ગયો ત્યારે તેના પર અસામાજિકો તત્વોએ હુમલો કર્યો હતો. જે મામલે આજે સમાધાન કરવાનું હતું પરંતુ અચાનક ફરી ટોળું આવ્યું અને અમને બચાવવા આવેલા સંઘના કાર્યકરો પર હુમલો કર્યો. આ સમગ્ર ઘટનાની જાણ કોડીનાર થતા ગીર સોમનાથ કરણી સેના અને મોટી સંખ્યાંમાં યુવાનો કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલે રાત્રે એકઠા થઈ જતા કોડીનારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. જેથી તંત્ર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

કર્ણાટકના રાજ્યપાલે કર્યું રાજકોટમાં મતદાન, યુવાનોને ટિકિટ આપવા મુદ્દે કાયદો બનવો જોઇએ

ગીર સોમનાથ પોલીસે રાત્રે મોટી સંખ્યામાં પોલીસનાં ઘાડે ધાડા ઉતારી મામલો શાંત કર્યો. બીજી તરફ પોલીસ દ્વારા છાછરમાં ચુસ્ત બન્દોબસ્ત ગોઠવી દેવાયો છે. ગીર પોલીસે છાછર ગામે ફૂટ માર્ચ પણ યોજી હતી. પોલીસે 12 જેટલા શખ્સો અને અન્ય મળી કુલ 20 નાં ટોળા વિરુદ્ધ આઈપીસી કલમ 307, 323, 506(2) તેમજ જાહેરનામા ભંગ સહિતની અન્ય કલમો ઉમેરી તપાસ હાથ ધરી છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હજુ 15 થી વધુ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More