રજની કોટેચા, ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં લૂંટની ઘટના બની છે. આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટનો ભોગ બન્યો છે. ઉના બસ સ્ટેન્ડમાં 5થી 6 લૂંટારૂઓ રૂપિયા 47 લાખથી વધુની લૂંટ મચાવી ભાગી ગયા છે. તેમાં સોના-ચાંદીના દાગીના, અંદાજે 18 લાખના હીરા સહિત રોકડ રકમનો સમાવેશ થાય છે.
ઉના બસ સ્ટેન્ડમાં આપ્યો લૂંટને અંજામ
ઉના બસ સ્ટેન્ડમાં આંગડિયા કર્મચારી ઉનાથી ભાવનગર જઈ રહ્યો હતો. આ દરમિયાન લૂંટારાઓએ ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટારાઓ 47 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસને આ ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ લૂંટના સીસીટીવી પણ સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે રાજ્ય સરકાર સક્રિય, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
પોલીસને મળી કાર
ઉનામાં વહેલી સવારે થયેલી લૂંટની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કાર મળી આવી છે. ભાવનગર રોડ પર ગરાળના પાટિયા નજીક બિનવારસુ હાલતમાં આ કાર મળી આવી છે. લૂંટારાઓ આ કાર છોડીને ભાગી ગયા હોવાની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે