Home> Gujarat
Advertisement
Prev
Next

ડાંગમાં ધોધમાર વરસાદથી જીવંત થયો ગીરા ધોધ, સુંદર નજારા સર્જાયા

હાલ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતમાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે દક્ષિણ ગુજરાતમાં આવેલું રમણીય હિલ સ્ટેશન ડાંગની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે. તેમાં પણ ડાંગમાં આવેલો ફેમસ ગીરા ધોધ વરસાદને પગલે સુંદર રીતે જીવંત થયો છે.

ડાંગમાં ધોધમાર વરસાદથી જીવંત થયો ગીરા ધોધ, સુંદર નજારા સર્જાયા

સ્નેહલ પટેલ/સુરત :હાલ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતમાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે દક્ષિણ ગુજરાતમાં આવેલું રમણીય હિલ સ્ટેશન ડાંગની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે. તેમાં પણ ડાંગમાં આવેલો ફેમસ ગીરા ધોધ વરસાદને પગલે સુંદર રીતે જીવંત થયો છે.

fallbacks

સુરત આગકાંડ : પોતાના મૃત સંતાનોને ન્યાય અપાવવા પરિવાર ધરણા પર બેસ્યા

fallbacks

ગુજરાતના મોન્સૂન પ્રવાસન સ્થળોમાં ડાંગનો ગીરા ધોધ સૌથી વધુ પ્રખ્યાત છે. ચોમાસુ આવે એટલે લોકો ગીરા ધોધની સુંદરતા માણવા નીકળી જતા હોય છે. ત્યારે ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે ગીરાધોધ જીવંત થયો છે. ગીરાધોધ જીવંત થતા જ ડાંગમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. 

દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી અવિરત વરસાદ, વલસાડના કપરાડામાં 7 ઈંચ ખાબક્યો 

ગીરાધોધનું આહલાદક દ્રશ્ય આંખે વળગે તેવુ છે. હાલ ધોધમાર વરસાદ બાદ ધોધમાંથી ધોધમાર પાણી વહી રહ્યું છે, જે જોતા આંખોનો ટાઢક વળે તેવો નજારો દેખાય છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More