Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: તાજી જન્મેલી બાળકીને ત્યજીને નિષ્ઠુર દંપત્તી ફરાર

આજે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે માત્ર પાંચ કલાક પહેલા જ જન્મેલી બાળકીને જન્મેલી બાળકીને નિષ્ઠુર માતા ત્યજીને ફરાર થઇ ગયા હતા. જેને પનાસ ગામમાં આવેલી SMC ક્વાટર્સમાં આજે સવારે એક કિશોરી નાસ્તો લેવા ગઇ ત્યારે મળી આવી હતી. એક કચરાપેટીમાં એક બાળક રડવાનો અવાજ આવી રહ્યા હતા. જેથી તેણે કચરાપેટીમાં જોતા પતંગની દોરીમાં લપેટાયેલી એક બાળકી મળી આવી હતી. 

સુરત: તાજી જન્મેલી બાળકીને ત્યજીને નિષ્ઠુર દંપત્તી ફરાર

સુરત : આજે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે માત્ર પાંચ કલાક પહેલા જ જન્મેલી બાળકીને જન્મેલી બાળકીને નિષ્ઠુર માતા ત્યજીને ફરાર થઇ ગયા હતા. જેને પનાસ ગામમાં આવેલી SMC ક્વાટર્સમાં આજે સવારે એક કિશોરી નાસ્તો લેવા ગઇ ત્યારે મળી આવી હતી. એક કચરાપેટીમાં એક બાળક રડવાનો અવાજ આવી રહ્યા હતા. જેથી તેણે કચરાપેટીમાં જોતા પતંગની દોરીમાં લપેટાયેલી એક બાળકી મળી આવી હતી. 

fallbacks

LRD ભરતીમાં 2 પુત્રોને પક્ષપાતથી વ્યથીત પિતાની આત્મહત્યા, રબારી સમાજની ઉગ્ર માંગણી

પનાસ ગામના એસએમસી ક્વાટર્સમાં રહેતી ધારા રમેશ ગોડસે સવારે નાસ્તો ખરીદવા માટે દુકાને ગઇ હતી. દરમિયાન તેને રસ્તામાં કચરાપેટીની આસપાસથી એક બાળકી રડતી હોવાનો અવાજ સંભળાયો હતો. જેના પગલે તેણે કચરાપેટીમાં જોતા એક બાળક પતંગની દોરીમાં લપેટાયેલું હતું. તેણે તેને બહાર કાઢીને નજીકને એક દુકાન પર બેસીને તેના ગલામાં વિંટળાયેલા દોરા કાપ્યા હતા. તેમજ તેને કપડા પહેરાવ્યા હતા. 

અમદાવાદ: RSS- મોહન ભાગવતનાં નામે નકલી સંવિધાન, વર્ગવિગ્રહ કરવાનો પ્રયાસ

ઘારા બાળકને દુકાન પાસે લઇને બેઠી હતી, ત્યારે તેની માતા આવીને તેને પુછ્યું કે આ કોનું બાળક છે ? ત્યારે તેણે જવાબ આપ્યો કે બાળક કચરા પેટીમાંથી મળ્યું છે. જેના પગલે 108ને કોલ કરીને બોલાવી હતી. 108 દ્વારા બાળકીને ચકાસીને તે સ્વસ્થય હોવાનું જણાવાયું હતું સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More