Home> Gujarat
Advertisement
Prev
Next

યુવતી ઘરેથી તો નીકળી પરંતુ પરીવારને મળી લાશ, આરોપીએ 23 વર્ષની યુવતીનું ગળું કાપી લાશ ફેંકી દીધી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે 23 વર્ષીય અર્ચનાબેન મનસુખભાઈ કણજારીયાને અગમ્ય કારણોસર કારખાનામાં સાથે કામ કરતા ભાવેશભાઇ રણછોડભાઇ સોનગરા દ્વારા ગળાના ભાગે બોથડ પદાર્થ તેમજ તીક્ષ્ણ હથીયાર વડે ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી હોવાના હાલ શંકા સેવાઈ રહી છે.

યુવતી ઘરેથી તો નીકળી પરંતુ પરીવારને મળી લાશ, આરોપીએ 23 વર્ષની યુવતીનું ગળું કાપી લાશ ફેંકી દીધી

મુસ્તાક દલ/જામનગર: જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામના વાડી વિસ્તારમાં 23 વર્ષની યુવતી ભેદી રીતે ગુમ થયા બાદ તેની લાશ વહેલી સવારે હત્યા કરેલી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. તિક્ષ્ણ હથિયાર વડે યુવતીનું ગળું કાપી લાશ ફેંકી દેવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી સાથે કામ કરતા કથિત પ્રેમીએ હત્યા કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. 

fallbacks

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં અર્ચના નામની યુવતીની ગળું કાપી હત્યા કરાઈ હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે 23 વર્ષીય અર્ચનાબેન મનસુખભાઈ કણજારીયાને અગમ્ય કારણોસર કારખાનામાં સાથે કામ કરતા ભાવેશભાઇ રણછોડભાઇ સોનગરા દ્વારા ગળાના ભાગે બોથડ પદાર્થ તેમજ તીક્ષ્ણ હથીયાર વડે ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી હોવાના હાલ શંકા સેવાઈ રહી છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

અર્ચનાબેન મનસુખભાઈ કણજારીયાનો જન્મ દિવસ હતો અને યુવક ફ્રેન્ડને મળી હતી. બાદમાં કોઈ કારણોસર યુવકે અર્ચના પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે. પોલીસે હત્યારા શખ્સને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More