Home> Gujarat
Advertisement
Prev
Next

Video: અમદાવાદના નવરંગપુરામાં યુવતીનું અપહરણ થયું ને લોકો જોતા રહ્યાં, યુવકને માર માર્યો

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા એક જૈન દેરાસરમાંથી ખુલ્લેઆમ થયેલા યુવતીનું અપહરણનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક શખ્સો જૈન દેરાસરમાં ઘૂસ્યા અને ત્યાંથી યુવતીને રાહદારીઓની નજર સામે ઉઠાવી જઇ કારમાં બેસાડીને ફરાર થઇ ગયા હતા

Video: અમદાવાદના નવરંગપુરામાં યુવતીનું અપહરણ થયું ને લોકો જોતા રહ્યાં, યુવકને માર માર્યો

મૌલિક ધામેચા, અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા એક જૈન દેરાસરમાંથી ખુલ્લેઆમ થયેલા યુવતીનું અપહરણનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક શખ્સો જૈન દેરાસરમાં ઘૂસ્યા અને ત્યાંથી યુવતીને રાહદારીઓની નજર સામે ઉઠાવી જઇ કારમાં બેસાડીને ફરાર થઇ ગયા હતા. જો કે, આ ઘટના અંગેની જાણકારી મળતા નવરંગપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર હકીકતની જાણકારી મેળવી હતી.

fallbacks

આ પણ વાંચો:- સુરતની ખોલવડ ખાડીમાં એક યુવાન તણાયો, સ્થાનિકોએ ધારાસભ્યની ઓફિસનો કર્યો ઘેરાવો

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીના અપહરણને લઇ એક યુવક દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અપહરણ અને મારામારી અંગેની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. ત્યારે યુવતીના અપહરણ સમયના સીસીટીવી ફૂટેજમાં પણ આ તમામ હરકતો સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જેમાં કેટલાક શખ્સો યુવતીને જૈન દરેસરમાંથી ઉપાડી કારમાં લઇ જઇ રહ્યાં છે. તે પહેલા જૈન દેરાસરમાંથી દોડીને બહાર આવતા એક યુવતેને પણ તેઓ માર મારી રહ્યાં છે.

આ પણ વાંચો:- સરદાર સરોવર ડેમ 136.74 સપાટીએ પહોંચતા 23 ગેટ ખોલાયા, 23 ગામોને એલર્ટ

આ ઘટના અંગે પોલીસ પ્રાથમિક તપાસમાં પ્રેમ લગ્ન કારણભૂત હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગેની વાત જાણે એમ હતી કે, યુવક-યુવતીના થોડા સમય પહેલા પ્રેમ લગ્ન થયા હતા. જે પ્રેમ લગ્ન યુવતીના પરિવારજનોને મંજૂર ના હતા અને સમાધાન માટે દેરાસર પાસે બોલાવી પરિવારજનોએ જ યુવતીનું અપહરણ કરી યુવકને પણ માર માર્યો હતો.

fallbacks

આ પણ વાંચો:- પોલીસ કર્મચારીઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરેઃ DGP શિવાનંદ ઝાનો પરિપત્ર

જો કે, હાલ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં યુવકે યુવતીના પરિવારજનો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે અંગે નવરંગપુરા પોલીસે પણ સીસીટીવી ફૂટેડના આધારે મારામારી કરતા અને યુવતીને ઉઠાવી લઇ જતા શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More