Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD ની ગંભીર સ્થિતિને જોતા SVP માં બીજી તમામ સારવાર બંધ કરી કોરોનાની જ સારવાર થશે

ગુજરાતમાં કોરોના જે પ્રકારે વકરી રહ્યો છે તેના કારણે સરકાર પણ ચિંતામાં મુકાઇ છે. તેવામાં અમદાવાદમાં પણ કોરોનાના કેસ પણ કુદકેને ભુસકે વધી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં સ્થિતી સૌથી ચિંતાજનક છે. જેના કારણે આજે મુખ્યમંત્રી અને નાયબમુખ્યપ્રધાને પણ સુરતની મુલાકાત લઇને સ્થિતીનો તાગ મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. હાઇકોર્ટ દ્વારા પણ વણસી રહેલી સ્થિતીનો તાગ મેળવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. 

AHMEDABAD ની ગંભીર સ્થિતિને જોતા SVP માં બીજી તમામ સારવાર બંધ કરી કોરોનાની જ સારવાર થશે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ગુજરાતમાં કોરોના જે પ્રકારે વકરી રહ્યો છે તેના કારણે સરકાર પણ ચિંતામાં મુકાઇ છે. તેવામાં અમદાવાદમાં પણ કોરોનાના કેસ પણ કુદકેને ભુસકે વધી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં સ્થિતી સૌથી ચિંતાજનક છે. જેના કારણે આજે મુખ્યમંત્રી અને નાયબમુખ્યપ્રધાને પણ સુરતની મુલાકાત લઇને સ્થિતીનો તાગ મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. હાઇકોર્ટ દ્વારા પણ વણસી રહેલી સ્થિતીનો તાગ મેળવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. 

fallbacks

SURAT: લોકડાઉન અંગે CM એ રાખી લટકતી તલવાર, નહી કહીને ઘણુ બધુ કહ્યું...

જો કે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે. અગાઉ કોરોનાના પ્રથમ વેવ દરમિયાન ખુબ જ સરાહનીય કામગીરી કરનાર SVP હોસ્પિટલ (સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ) માં અન્ય તમામ તબીબી સારવારો બંધ કરીને માત્ર કોરોના હોસ્પિટલમાં પરિવર્તિત કરી દેવામાં આવે તેવી શક્યતા છે. સરકારી સુત્રો અનુસાર એસવીપી હોસ્પિટલમાં તમામ બેડ કોરોના માટે રિઝર્વ કરી દેવામાં આવી તેવી તૈયારીઓ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. 

‘લોકડાઉન શબ્દથી ડર લાગે છે, હવે આવશે તો મરી જઈશું...’ વેપારીઓમાં ફેલાયો ફફડાટ

જે પ્રકારે અમદાવાદમાં કેસો વધી રહ્યા છે તેને જોતા હાલ બેડની ખુબ જ અછત સર્જાઇ રહી છે. તેવામાં અલગ અલગ હોસ્પિટલનાં અલગ અલગ વોર્ડથી કામ ચાલે તેમ નહી હોવાનાં કારણે હવે કોર્પોરેશન દ્વારા એસપીવી હોસ્પિટલને ડેડિકેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા માટે જઇ રહેલા લોકો ગભરાઇ રહ્યા છે. તો બીજી તરફ પ્રથમ પીક સમયે એસવીપીની કામગીરીનાં ખુબ જ વખાણ થયા હતા. તમામ વીઆઇપીની સારવાર એસવીપીમાં જ થઇ હતી. જેના કારણે એસવીપીને ફરી એકવાર ડેડિકેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More