Home> Gujarat
Advertisement
Prev
Next

ગો એરની અમદાવાદથી ગોવાની ફ્લાઈટ 4 કલાક મોડી થતાં એરપોર્ટ પર હંગામો

મુસાફરોને 4 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા, એરપોર્ટ પર ફ્લાઈટ ક્યારે આવશે તેનો જવાબ આપનાર કોઈ ન હતું 

ગો એરની અમદાવાદથી ગોવાની ફ્લાઈટ 4 કલાક મોડી થતાં એરપોર્ટ પર હંગામો

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર અમદાવાદથી ગોવા જઈ રહેલી ફ્લાઈટ મોડી પડતાં મુસાફરોએ ભારે હંગામો મચાવ્યો હતો. ચાર કલાક સુધી ફ્લાઈટ ક્યારે આવશે તેના વિશે મુસાફરોને કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી.

fallbacks

પ્રાપ્ત વિગતો મુજબ, આજે સાંજે અમદાવાદથી ગોવા માટેની ગો એરની ફ્લાઈટ હતી. મુસાફરો સમયસર ચેકઈન કરવા માટે પહોંચી ગયા હતા, પરંતુ સમય થઈ જવા છતાં ગો એરની ફ્લાઈટ આવી જ ન હતી. જેના કારણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને અંદર પણ પ્રવેશ અપાયો ન હતો અને તેમને બહાર જ બેસાડી રખાયા હતા. 

આટલું જ નહીં ફ્લાઈટ ક્યારે આવશે તેના અંગેની કોઈ જ જાહેરાત કરાઈ ન હતી. ચાર-ચાર કલાક વીતિ ગયા બાદ પણ ગો એરની ફ્લાઈટ અંગે એરપોર્ટ ઓથોરિટી પાસે કોઈ જ માહિતી ન હતી. ચાર કલાક સુધી મુસાફરોને કોઈ પણ પ્રકારની સુવિધા વગર બેસાડી રાખવામાં આવ્યા હતા. મહિલાઓ અને બાળકો પાણી વગર ટળવતા હતા, છતાં પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ જ દરકાર કરવામાં આવી ન હતી. 

મુસાફરોએ જ્યારે એરપોર્ટ પર હોબાળો મચાવ્યો ત્યારે બધા એક-બીજા પર દોષનો ટોપલો ઢોળતા જોવા મળ્યા હતા. છેલ્લે તેમણે સિક્યોરિટી જવાનોને આગળ ધરી દીધા હતા. મુસાફરોને સાચી માહિતી ન મળતાં ખુબ જ નારાજ થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More