Home> Gujarat
Advertisement
Prev
Next

પતંગ સાથે પર્યાવરણની જાળવણી, રાજકોટનો આ પતંગ જ્યા પડશે ત્યા છોડ ઉગશે

ઉતરાયણ પર્વને હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે રાજકોટ (Rajkot) ની મહિલાએ ઉતરાયણ પર્વની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી (save environment) નો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં પતંગની સાથે હવે બીજ પણ આકાશમાં ઉડશે અને પતંગ કપાશે તો તે આ જ બીજ જમીનમાં છોડ બનાવશે.

પતંગ સાથે પર્યાવરણની જાળવણી, રાજકોટનો આ પતંગ જ્યા પડશે ત્યા છોડ ઉગશે

નવનીત લશ્કરી/રાજકોટ :ઉતરાયણ પર્વને હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે રાજકોટ (Rajkot) ની મહિલાએ ઉતરાયણ પર્વની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી (save environment) નો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં પતંગની સાથે હવે બીજ પણ આકાશમાં ઉડશે અને પતંગ કપાશે તો તે આ જ બીજ જમીનમાં છોડ બનાવશે.

fallbacks

નવતર પ્રયોગ વૃક્ષોની સંખ્યામાં વધારો કરશે
ઉત્તરાયણ (uttarayan) પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે રાજકોટની મહિલાએ ઉતરાયણ પર્વની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી (go green) નો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ પ્રયોગ છે પર્યાવરણની જાળવણી અંગેનો. તહેવારની ઉજવણી સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખતો આ નવતર પ્રયોગ વૃક્ષોની સંખ્યામાં વધારો કરશે. હિનલ રામાનુજે એક એવી પતંગ તૈયાર કરી છે, જેમાં તેમણે વૃક્ષના બીજ મૂક્યા છે. 

આ પણ વાંચો : સી પ્લેનનું સૂરસૂરિયુ નીકળ્યુ, સ્પાઈસ જેટે હાથ પાછોં ખેંચી લેતા સેવા 8 મહિનાથી બંધ 

પતંગમાં હળવા વજનના બીજ મૂકાશે
પતંગ સારી રીતે આકાશમાં ઉડી શકે તેનું પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે પતંગની વચ્ચે એક કાગળનું પોકેટ લગાવ્યું છે, જેમાં જુદા-જુદા વૃક્ષોના ઓછા વજન ધરાવતાં બીજ મૂક્યા છે. જેથી આ પતંગ પણ સરળતાથી ઉપર ઉડી શકે. પતંગ કપાઈને જ્યારે જમીન પર પડે ત્યારે આ બીજ આપમેળે જમીનમાં ઉગી નીકળે અને એક વૃક્ષ વધે. આ પતંગમાં વૃક્ષારોપણના સ્લોગન પણ લખ્યા છે અને સિમ્બોલીક ટ્રી ડ્રો કરવામાં આવ્યા છે. જેથી કરીને આ પતંગ કપાઈને કોઈને હાથમાં આવે તો આ બીજ મૂકવા બાબતનો મેસેજ તેમના સુધી પહોંચે અને વૃક્ષો જમીનમાં વાવે તેવો નાનો પ્રયોગ હાથ ધરાયો છે.

આ પણ વાંચો : કોરોનાએ લગ્ન બગાડ્યા : ‘અમારા પરિવારના પહેલા લગ્ન છે, 2500 મહેમાનો ઘટાડીને 400 કર્યા, હવે 150 માં કોને કોને બોલાવીશું?’

પતંગથી પર્યાવરણનો સંદેશ
હીનલ રામાનુજ આ પ્રોજેક્ટ વિશે જણાવે છે કે, આ બીજ એવા છે કે જેને ઓછું પાણી મળે અને માવજત ન થાય તો પણ જમીનમાં ઉગી નીકળે. આ પતંગમાં વડ, પીપળો, માંજર વગેરે વૃક્ષના બીજનો ઉપયોગ પતંગ સાથે કર્યો છે. આશરે 100થી 150 પતંગ એવી બનાવવામાં આવી છે અને પરિવારના દરેક સભ્યને આપવામાં આવી છે. હિનલ રામાનુજે આ સાથે એક સંદેશો પણ પાઠવ્યો છે કે, જો પતંગ બનાવનાર અને વેચનાર જો બંને આ પદ્ધતિ અપનાવે તો પર્યાવરણને નુકસાન થતું બચી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More