Home> Gujarat
Advertisement
Prev
Next

Godhra Kand: ગોધરાકાંડ નામ પડે એટલે સળગતો ડબ્બો નજર સામે આવે, આજે પણ ગોધરા સ્ટેશન પર ઉભો છે ડબ્બો

27 ફેબ્રુઆરી, 2002 ના રોજ 21 વર્ષ પહેલા સમગ્ર દેશ હચમચી ગયો હતો. કોઈ વિચારી પણ ન શકે તેવી આ ઘટના હતી. જેમાં 59 લોકો જીવતા ભૂંજાયા હતા. સળગતો ડબ્બો એ ગોધરા હત્યાકાંડની નિશાની બની ગયો છે. આજે પણ એ ગોઝારી ઘટના યાદ આવે નજર સામે સળગતો ડબ્બો યાદ આવે છે. સાબરમતી એક્સપ્રેસનો એસ-6 ડબ્બો આજે પણ એવો ને એવો સચવાયેલો છે. 20 વર્ષ બાદ આજે પણ એ ડબ્બો ગોધરા સ્ટેશન પર એકબાજુ સચવાયેલો છે, જે ગોધરા હત્યાકાંડની નિશાની છે. 

Godhra Kand: ગોધરાકાંડ નામ પડે એટલે સળગતો ડબ્બો નજર સામે આવે, આજે પણ ગોધરા સ્ટેશન પર ઉભો છે ડબ્બો

Godhra Kand 21 Years : 27 ફેબ્રુઆરી, 2002 ના રોજ 21 વર્ષ પહેલા સમગ્ર દેશ હચમચી ગયો હતો. કોઈ વિચારી પણ ન શકે તેવી આ ઘટના હતી. જેમાં 59 લોકો જીવતા ભૂંજાયા હતા. સળગતો ડબ્બો એ ગોધરા હત્યાકાંડની નિશાની બની ગયો છે. આજે પણ એ ગોઝારી ઘટના યાદ આવે નજર સામે સળગતો ડબ્બો યાદ આવે છે. સાબરમતી એક્સપ્રેસનો એસ-6 ડબ્બો આજે પણ એવો ને એવો સચવાયેલો છે. 20 વર્ષ બાદ આજે પણ એ ડબ્બો ગોધરા સ્ટેશન પર એકબાજુ સચવાયેલો છે, જે ગોધરા હત્યાકાંડની નિશાની છે. 

fallbacks

આજે પણ ડબ્બો એવી જ હાલતમાં મોજૂદ છે 
ઈતિહાસમાં અનેક એવી ઘટનાઓ બની છે, જેના પુરાવા આજે પણ છે. જલિયાવાલા બાગથી લઈને અનેક હત્યાકાંડોની નિશાની સચવાયેલી છે. ત્યારે ગોધરા હત્યાકાંડની નિશાની આજે પણ ગોધરામાં છે. જે ગોધરા હત્યાકાંડની સાક્ષી છે. સાબરમતી એક્સપ્રેસનો એ એસ-6 રેલવે ડબ્બો, જેને સળગાવવામાં આવ્યો હતો અને તેમાં 59 કારસેવકો મોતને ભેટ્યા હતા, તે આજે પણ ગોધરા સ્ટેશનના એક ખૂણામાં પડ્યો છે. જેની પાસે ચોવીસ કલાક ચોકી પહેરો હોય છે. ગોધરા હત્યાકાંડ બાદ અનેક મહિનાઓ સુધી તપાસ ચાલી હતી. તેના વર્ષો બાદ આ એસ-6 ડબ્બો ખસેડીને બાજુ પર મૂકવામાં આવ્યો હતો. જે આજે પણ ત્યા મોજૂદ છે. આ ડબ્બો આજે પણ સળગેલી હાલતમાં ત્યાં મોજૂદ છે. જે 59 કારસેવકોની ચીચીયારીઓ અને મોતનો સાક્ષી છે. 

આ પણ વાંચો : 

પાટીદારો વટ છે તમારો : મા ઉમિયા માટે ગુજરાતી નહીં, અમેરિકન અને કેનેડિયનમાં પણ પડાપડી

ગુજરાતના ડુંગળીના ખેડૂતોની સમસ્યા દૂર કરવા પંજાબના મુખ્યમંત્રી માનની મોટી જાહેરાત

શું બન્યું હતું એ દિવસે
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજથી 20 વર્ષ પૂર્વે 27 ફેબ્રુઆરી 2002 ના રોજ આયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે પરત ફરી રહેલા 59 કારસેવકોને ગોધરા એ કેબિન પાસે ટ્રેનના એસ 6 કોચને આગ લગાવી જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં 59 જેટલા કારસેવકો મોતને ભેટ્યા હતા. જે બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. સાબરમતી ટ્રેન હત્યાકાંડની તપાસ કરવા માટે સરકાર દ્વારા ખાસ SIT ની રચના પણ કરવામાં આવી હતી. જેમાં સમયાંતરે ચુકાદા પણ આપવામાં આવ્યા છે અને આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી છે. સમગ્ર કેસને લઈ 100 આરોપીઓમાંથી કેટલાય આરોપીઓ મોતને ભેટી ચુક્યા છે અને કેટલાક હજુ જેલમાં સજા કાપી રહ્યા છે. જ્યારે જૂજ આરોપીઓ હજી પણ ભળતા નામોને લઈ ફરાર છે.

કોચ બહાર ફૂલહાર કરાય છે 
દર વર્ષે ગોધરા હત્યાકાંડની વરસી પર સ્થાનિક લોકો દ્વારા કોચ પાસે આવીને ફૂલહાર કરવામાં આવે છે અને કારસેવકોની આત્માને શાંતિ માટે પૂજા કરવામાં આવે છે. તેઓને શ્રદ્ધાંજલિ અપાય છે. ખાસ વાત તો એ છે કે, આ ગોઝારી ઘટનાને 21 વર્ષ વીત્યા બાદ હવે રામ મંદિરના નિર્માણનું કાર્ય પણ શરૂ થઇ ચૂક્યું છે. 

આ પણ વાંચો : 

આ તો કળજુગ છે કળજુગ... સુરેન્દ્રનગરમાં બાળકીના મૃતદેહ સાથે કરાયું દુષ્કર્મ

ફરી અમરેલીની ધરા ઘ્રૂજી, 3.3 તીવ્રતાનો ભૂકંપના આંચકો આવતા લોકો ઊંઘમાંથી ઉઠી દોડ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More