Panchamahl News જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : ગોધરામાં વૃતાલય વિહારમ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ અને કાર સેવક સન્માન કાર્યક્રમ યોજાયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદ મહારાજ અને વલ્લભ સંપ્રદાય આચાર્ય ધ્રુમિલ કુમારજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં કાર સેવકોનુ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સંતોએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે એ ભારત અને હિન્દુ સંસ્કૃતિ માટે જ નહીં સમગ્ર વિશ્વ માટે અતિ ગૌરવનો દિવસ છે. જ્યારે અયોધ્યામાં ભગવાન રામ મંદિર નિર્માણ સંઘર્ષ ગાથામાં ગોધરાના જે રામભક્ત કાર સેવકોએ પુરુષાર્થ કર્યો છે એમને બિરદાવવા અને સન્માનિત કરવાનો રૂડો અવસર છે. આ કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય સી.કે રાઉલજી સહિત કુલ 22 કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. દરમિયાન સમગ્ર માહોલ રામ, શ્યામ સ્વામિનારાયણ અને ગૌમાતા ભક્તિમય બન્યો હતો.
PM Modi ભણ્યા તે શાળામાં વિદ્યાર્થીઓને કરાવાશે સ્ટડી ટુર, આ રીતે થશે રજિસ્ટ્રેશન
ગોધરા વૃતાલય વિહારમ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા શાકોત્સવ અને કાર સેવક સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય પ.પૂ ૧૦૮ નુગેન્દ્રપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય અને વલ્લભ સંપ્રદાયના આચાર્યની એક સભામાં સાથે ઉપસ્થિતીના અવસર શાકોત્સવમાં સોનાની સુગંધ ભળી છે. આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી એ અપીલ કરતા જણાવ્યું હતું કે ગૌરક્ષા માટે હિન્દૂ સમાજ જાગૃત થવા માટેનો સમય આવ્યો છે. જેમ પોતાના રાષ્ટ્ર માટે દેશ માટે અને સમાજ માટે આપણે કટિબદ્ધ છીએ એમ આપણી સંસ્કૃતિ અને ધર્મ માટે કટિબદ્ધ રહેવા અપીલ કરી હતી
ગઢડા મંદિરના એસ.પી સ્વામીએ પોતાના વક્તવ્યમાં જણવ્યું હતું કે અયોધ્યામાં પવિત્ર રામ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને ભગવાન રામ બિરાજવાના છે.ત્યારે રામ શ્યામ અને ઘનશ્યામ ની પ્રતીતિ કરાવતી દિવ્ય સભા આજે મળી છે. અયોધ્યામાં ભગવાન રામ બિરાજશે અને વર્ષો સુધી એમના ઇતિહાસને ગાવામાં આવશે પણ એની સ્ટોરી ગોધરાથી શરૂ થાય છે. 500 વર્ષથી દેશમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના મંદિર નિર્માણ માટે અનેક ભક્તોએ સંકલ્પ કર્યા અને આહુતિ હોમી એનું પુણ્ય ફળ ૨૨ જાન્યુઆરીએ ભગવાન એમાં બિરાજશે અને સૌના હૃદયના ભાવને પૂર્ણ કરશે પણ એમાં જો કોઈ યુ ટર્ન આવતો હોય તો ટાર્ગેટ દેખાતું હોય તો એ ગોધરાથી થશે. કાર સેવકોને ધન્યવાદ આપતાં જણાવ્યું હતું કે તેઓએ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યુ અને ભગવાનને રાજી કરવાનું કાર્ય કર્યુ, જેને બિરદાવુ છું એમ જણાવતાં એસપી સ્વામીએ 1992 ના એ દિવસે હું હાજર હતો.
આ ગુજ્જુ ખેડૂતને શોધતા આવે છે વેપારીઓ, માર્કેટમાં ગયા વગર વેચાઈ જાય છે માલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે