હિંમતનગર : સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલા પોળોના જંગલો વર્ષાઋતુમાં વરસાદી માહોલથી સોળેકળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે પોળો ફોરેસ્ટની મુલાકાત કરનાર પ્રવાસીઓનો ધસારો દિવસેને દિવસે વધી રહ્યો છે. જેનો વિરોધ સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેવામાં કલેક્ટર દ્વારા અઠવાડીના બે દિવસ શનિ અને રવિવારે જંગલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગત્ત રવિવારે જ કોંગ્રેસનાં ધારાસભ્ય અશ્વિન કોટવાલે સ્થાનિકો સાથે મળીને પોળો તરફનાં રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં તેમના સહિત 32 લોકોની પોલીસે અટકાયત કરી હતી. જેના પગલે તેમણે વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી સ્તર સુધી રજુઆત કરી હતી. કલેક્ટર દ્વારા પોતાના મળતીયાઓ માટે સ્થાનિકોનાં જીવને જોખમમાં મુકાવામાં આવતા હોવાના આરોપો લગાવ્યા હતા.
મહીસાગરમાં વીમા પોલીસીનું મહાકૌભાંડ, ARTOના અધિકારીઓએ એજન્ટ પર ઢોળ્યું
સાબરકાંઠા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સી.જે ચાવડાએ જાહેરનામું બહાર પાડી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 તથા ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવિડ રેગ્યુલેશન 2020 અન્વયે મળેલી સત્તાની રૂએ હુકમ કર્યો છે. જેમાં અભાપુર ફોર્સ્ટ નાકાથી વણજ ડેમ અને વણજથી વિજયનગર જતા પ્રથમ 3 રસ્તા સુધીના રોડને પ્રતિબંધિત જાહેર કર્યો છે. જાહેરનામા અનુસાર બહારથી આવતા પ્રવાસીઓ માટે આ રસ્તા પર પ્રવેશબંધી છે. તારીખ 3થી 4 છે. ઓક્ટોબર 10 અને 11 ઓક્ટોબર અને 17 તથા 18 ઓક્ટોબર દરમિયાન રાતના 12 વાગ્યાથી પ્રવેશ બંધી લાગુ થશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે