Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા! ગુજરાતના પૂર્વમંત્રીની દિકરી અને પૂર્વ MLA ની બહેનનો અછોડો તુટ્યો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા સ્વ. અશોક ભટ્ટના દિકરી અને હાલ ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની બહેન જ ચેઇન સ્નેચિંગનો ભોગ બન્યા છે. જેમાં બે ચેઇન સ્નેચર દ્વારા ભૂષણ ભટ્ટના બહેનના ગળામાંથી ચેઇન ખેંચીને ભાગી છુટ્યા હતા.

અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા! ગુજરાતના પૂર્વમંત્રીની દિકરી અને પૂર્વ MLA ની બહેનનો અછોડો તુટ્યો

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં સતત વધી રહેલ ગુનાખોરી અને તેમાં પણ ખાસ કરીને લૂંટ અને ચીલઝડપ જેવી ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં જે રીતે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં યુપી કે બિહારને ટક્કર આપે તો પણ નવાઇ નહી. હવે તો અમદાવાદમાં પણ કૂદકેને ભૂસકે ગુનાઓ થઈ રહ્યા છે. આ દિશામાં એક એવી ઘટના નોંધાઈ છે કે તમામ લોકોને આશ્ચર્ય થશે. હવે ગુજરાતના મંત્રીઓ અને અધિકારીઓ પણ સુરક્ષિત નથી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા સ્વ. અશોક ભટ્ટના દિકરી અને હાલ ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની બહેન ચેઇન સ્નેચિંગનો ભોગ બન્યા છે.

fallbacks

આ ઘટના અંગે વાત કરીએ તો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા સ્વ. અશોક ભટ્ટના દિકરી અને હાલ ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની બહેન જ ચેઇન સ્નેચિંગનો ભોગ બન્યા છે. જેમાં બે ચેઇન સ્નેચર દ્વારા ભૂષણ ભટ્ટના બહેનના ગળામાંથી ચેઇન ખેંચીને ભાગી છુટ્યા હતા. નારણપુરા જેવા પોશ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ પણ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દોડતી થઇ હતી. 

નોંઘનીય છે કે, આ ઘટના જ નહીં, દરરોજ એવી અનેક ઘટનાઓ બની રહી છે જેના કારણે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે. અહીં નેતાઓ કે તેમનો પરિવાર પણ સુરક્ષિત નથી તેવામાં સામાન્ય માણસ સાથે તો શું થતું હશે તે વિચારવું જ રહ્યું. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા અમદાવાદ પોલીસ કમિશ્નર પણ ગુનાના વધી રહેલા ગ્રાફ અંગે 2-5 ટકા ક્રાઇમ વધવું તે કોઇ મોટો ફેરફાર નહી હોવાનું જણાવી ચુક્યાં છે.

અત્રે નોંધનીય છે કે, સ્વ. અશોક ભટ્ટ ગુજરાત સરકારમાં સ્વાસ્થય મંત્રી પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ કાયદો અને વ્યવસ્થા મંત્રી પણ રહી ચુક્યા છે. ત્યાર બાદ તેઓ ગુજરાત વિધાનસભાના સ્પીકર પણ રહી ચુક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More