Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદની ઈન્ડિયન બેંકના લોકરમાંથી 34 લાખના દાગીના ગાયબ, બેંકે હાથ અદ્ધ કર્યાં!

Bank Locker Safety : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ઈન્ડિયન બેંકના લોકરમાંથી વૃદ્ધાના દાગીના ગાયબ થયા, બેંકે પણ હાથ અદ્ધર કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાવી

અમદાવાદની ઈન્ડિયન બેંકના લોકરમાંથી 34 લાખના દાગીના ગાયબ, બેંકે હાથ અદ્ધ કર્યાં!

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : લોકો સોનાના દાગીના સુરક્ષિત રહે એ માટે બેંકના લોકરમાં તેને ભાડુ ચૂકવીને રાખતા હોય છે. ત્યારે હવે બેંક લોકર પણ સલામત નથી. બેંકના લોકરમાંથી પણ ચોરીની ઘટના બનવા લાગી છે. આવી જ એક ઘટના અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે. 

fallbacks

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ઇન્ડીયન બેન્કના લોકરમાંથી ભાવનાબેન નામના વૃધ્ધાના 34.18 લાખના દાગીના સહીત રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ થઈ છે. મહિલાને દાગીનાની જરૂર હોવાથી બેન્ક લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના લેવા ગયા હતા. ત્યારે બેન્ક કર્મચારી પણ સાથે હતો અને લોકર ખોલવા ગયા ત્યારે તે ખુલ્લું હતું અને તેમાંથી રોકડ અને દાગીના ગાયબ હતા. જેથી વૃદ્ધાએ આ અંગે બેંકને તાત્કાલિક જાણ કરી. પરંતું બેંકે આ બાબતની કોઈ તસ્દી લીધી ન હતી.

કુવૈતથી પરત ફરેલા પાટીદાર યુવકની આપવીતી : જેલમાં વિતાવેલા સાત દિવસ નરક જેવા લાગ્યા!

બેન્ક દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અંતે વૃદ્ધાએ નારણપુરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ઈન્ડિયન બેન્કના લોકરમાં વૃદ્ધ મહિલાના લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ હતી. વૃદ્ધા દીકરાના લગ્ન માટે દાગીના લેવા આવ્યા ત્યારે લોકર ખુલ્લી હાલતમાં હતું. લોકરમાંથી કુલ 34.18 લાખ દાગીના અને રોકડ ગાયબ હતી. 

વૃદ્ધાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવનાબેનનું ઇન્ડિયન બેંકની અંકુર બ્રાન્ચમાં બેન્ક લોકર છે. બેન્ક લોકરમાં તેમના દાગીના અને રોકડ રકમ રાખે છે. જુલાઈ મહિનામાં તેમના દીકરાના લગ્ન હોવાથી 15 મેના રોજ બેન્કમાં પડેલા દાગીના અને લોકર લેવા માટે ગયા હતા. ત્યારે બેન્ક લોકરના ઈન્ચાર્જ જયેશભાઈ પાસે લોકરની બીજી ચાવી રહેતી હોય છે. હાલ તો નારાણપુર પોલીસે બેન્કના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ બેન્ક લોકર અંગે FSLની મદદ લેવામાં આવી રહી છે. લોક ખોલવામાં આવ્યું કે તેને તોડી નાખવામાં આવ્યું છે. ત્યારે પોલીસની તપાસમાં ચોર કોણ નીકળે છે એ જોવું રહ્યું. 

15 વીધામાં ઉગાવેલા એક પણ ફળને વેચતા નથી ગુજ્જુ ખેડૂત, માત્ર પક્ષીઓને ખવડાવે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More