Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતનું આ માર્કેટિંગ યાર્ડ ડુંગળી-મગફળીની આવકથી ઉભરાયું! જાણો મણદીઠ શું બોલાયા ભાવ?

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે ત્યારે આજરોજ યાર્ડમાં ડુંગળી અને મગફળીની જણસીની આવક કરવામાં આવી હતી જેમાં ડુંગળીના અંદાજે 1.20 લાખ કટ્ટાની આવક થવા પામી હતી અને મગફળીની 80 હજાર ગુણી આવક થવા પામી હતી.

ગુજરાતનું આ માર્કેટિંગ યાર્ડ ડુંગળી-મગફળીની આવકથી ઉભરાયું! જાણો મણદીઠ શું બોલાયા ભાવ?

ઝી બ્યુરો/રાજકોટ: સૌરાષ્ટ્ર ગુજરાતનું અને ખેડુતો માટે તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળી ની જણસીની આવક કરવામાં આવી હતી. યાર્ડની બહાર બન્ને બાજુ જણસી ભરેલ વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા જ્યાં સુધી ડુંગળી અને મગફળીની જણસીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત કરવામાં આવે ત્યાં સુધી બન્ને જણસીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.

fallbacks

ધ્રુજારી ઉપાડે એવી આગાહી! કાતિલ ઠંડી વચ્ચે માવઠું ભૂક્કા બોલાવશે! આ તારીખો નોંધી લો.

ડુંગળી અને મગફળીની મબલખ આવક નોંધાઈ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે ત્યારે આજરોજ યાર્ડમાં ડુંગળી અને મગફળીની જણસીની આવક કરવામાં આવી હતી જેમાં ડુંગળીના અંદાજે 1.20 લાખ કટ્ટાની આવક થવા પામી હતી અને મગફળીની 80 હજાર ગુણી આવક થવા પામી હતી. યાર્ડમાં વહેલી સવારથી શરૂ થયેલ હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ. 200 થી રૂ. 900 સુધીના ભાવ બોલાયા હતા. અને મગફળીના 20 કિલોના ભાવ રૂ.800 થી રૂ.1200 સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો.

રાજ્યની તમામ યુનિવર્સિટી-કોલેજોમાં હવે હેલ્મેટ ફરજિયાત; ગુજરાતના DGP એ લખ્યો પત્ર

સૌરાષ્ટ્રભરના ખેડૂતોને ગોંડલ યાર્ડ પર ભરોસો
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલ યાર્ડ વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણ આવકથી આગવું સ્થાન ધરાવે છે. અને ખેડૂતોને પોતાના માલનો પૂરતો ભાવ ગોંડલ યાર્ડમાં મળી રહે તેને લઈને સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો જેમકે રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો અહીં પોતાનો માલ વેચવા માટે આવી પહોંચે છે.

મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા જ નહીં...પતિ અને પત્ની વચ્ચે પણ ચૂંટણીનો જંગ, કોણ જીતશે?

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ હજારોની સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓની ચહેલ પહેલ જોવા મળતી હોય છે. વિવિધ જણસીની હરાજીમાં ખેડૂતોને પોતાની મેહનત થી પકવેલ પાકનો પૂરતો ભાવ મળી રહે છે તેને લઈને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા અહીં આવી પહોંચે છે.

દૈનિક રાશિફળ 20 નવેમ્બર: વૃશ્ચિક રાશિ માટે આજે સિદ્ધિનો દિવસ, નાણાંનો લાભ થશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More