Home> Gujarat
Advertisement
Prev
Next

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ધાણા લઈને જતા હોય તો રોકાઈ જજો! આ સમાચાર વાંચીને ઘરેથી નીકળજો, નહીં તો...

સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડ દ્વારા ધાણાની આવકની જાહેરાત થતા સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગઈકાલ સવારથી યાર્ડની બહાર પોતાના માલ ભરેલા વાહનોની લાંબી કતાર લગાવવામાં આવી હતી. 

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ધાણા લઈને જતા હોય તો રોકાઈ જજો! આ સમાચાર વાંચીને ઘરેથી નીકળજો, નહીં તો...

જયેશ ભોજાણી/ગોંડલ: સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડ દ્વારા ધાણાની આવકની જાહેરાત થતા સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગઈકાલ સવારથી યાર્ડની બહાર પોતાના માલ ભરેલા વાહનોની લાંબી કતાર લગાવવામાં આવી હતી. 

fallbacks

ઘણી ખમ્મા! દર્દીઓના હિતમાં પપૈયાની ખેતી કરી રહ્યા છે ભાવનગરના આ પાટીદાર ખેડૂત

યાર્ડની બહાર બંને બાજુ 5 થી 6 કિલોમીટર લાંબી અને અંદાજે 2000થી પણ વધુ વાહનોની લાંબી કતાર લાગવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં અંદાજે પોણા બે લાખથી પણ વધુ ગુણી ધાણાની આવક થવા પામી હતી. હરરાજીમાં ખેડૂતોને 20 કિલોના ભાવ 1000 થી 1550 તેમજ ધાણીના ભાવ 1000 થી 2550 સુધીના બોલાયા હતા.

મોટી દુર્ઘટના ટળી! સુરતથી દિલ્લી જઈ રહેલા વિમાનમા મુસાફરોમાં ફફડાટ,ઇમરજન્સી લેન્ડિંગ

માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે જે રીતે ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર વિશ્વાસ છે તેમજ પોતાના માલનો પૂરતો ભાવ મળી રહે છે. યાર્ડના સત્તાધીશો દ્વારા બહારથી આવતા ખેડૂતો હેરાનનો થાય તેની પૂરતી કાળજી રાખવા માટે યાર્ડના કર્મચારીઓ દિવસ રાત ખડેપગે રહે છે. તેમજ ખેડૂતોને કેવીરીતે ખેડતોને સારામાં સારી વ્યવસ્થા તેમજ સારો ભાવ મળે તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા મહેનત કરવામાં આવતી હોય છે.

જેને લઈને સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. તેમજ ધાણા ની ગતવર્ષમાં 10 હજાર ગુણીનો નિકાલો થતો હતો. જે આ વર્ષે દરરોજની 35 થી 40 હજાર ગુણીનો નિકાલો કરવામાં આવે છે. ગીર સોમનાથ, જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓ માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More