Amit Khunt Suicide Case : રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. રાજદીપસિંહ જાડેજાએ કોસિંગ અરજી પરત ખેંચી લીધી છે. કારણ કે, આ કેસમાં હાઈકોર્ટે તેને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે.
રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રીબડાનાં રાજદિપસિંહ જાડેજાએ પોતાનાં સામે થયેલી પોલીસ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં કોશીંગ અરજી દાખલ કરી હતી. જે અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. હવે આ મામલે હાઇકોર્ટ દ્વારા કોઈ પણ રાહત આપવા ઇન્કાર કરાતા રાજદિપસિંહે કોસીંગ અરજી પરત ખેંચી લીધી છે.
જસ્ટિસ સુથારની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે તમામ પોલીસ રીપોર્ટને ધ્યાનમાં રાખ્યા હતા. ફરિયાદમાં અને અમીત ખુંટની સ્યૂસાઈડ નોટમાં રાજદીપસિંહ જાડેજાનું નામ હોવાનું હાઈકોર્ટના ધ્યાને આવ્યું હતું.
અમિત ખૂંટને દુષ્કર્મના કેસમાં ફસાવાયો હતો
આ કેસમાં ખુલાસો થયો કે, અમિત ખૂંટને દુષ્કર્મના કેસમાં ફસાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી પુજા રાજગોરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી અમિતનો સંપર્ક કરવો, મિત્રતા પ્રેમ સંબંધ કેળવી શરીર સંબંધ બાંધવા તેમજ બળાત્કારની ખોટી ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. બદલામાં તમારી લાઈફ બની જશે, સારામાં સારી નોકરી પણ મળી જશે તેવી ઓફર કરાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે