Home> Gujarat
Advertisement
Prev
Next

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના રાજકીય કાવતરાં? વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખનો મોટો આક્ષેપ, એમના દબાણથી અમે...!

Gondal VHP President Piyush Radadiya Resign: ગોંડલના રાજકારણમાં ફરીએકવાર ગરમાવો આવ્યો છે. ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પિયુષ રાદડિયાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર આક્ષેપો કરી 6 મહિનામાં જ રાજીનામું ધરી દીધું છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે પોતાના નામની દરખાસ્ત કરનારા લોકોને જયરાજસિંહ દ્વારા એનકેન પ્રકારે પરેશાન કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે.

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના રાજકીય કાવતરાં? વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખનો મોટો આક્ષેપ, એમના દબાણથી અમે...!

Gondal VHP President Piyush Radadiya Resign: ગોંડલ હિન્દુ વિશ્વ પરિષદ નાં પ્રમુખ પિયુષ લાલજીભાઈ રાદડીયાએ વિશ્વ હિન્દુ પરિષદ નાં જીલ્લા અધ્યક્ષ કનુભાઈ કાલુ ને પ્રમુખ પદેથી સ્વૈછીક રાજીનામુ આપી પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા નાં માનશીક દબાણ થી રાજીનામુ આપવા ફરજ પડ્યા નો આક્ષેપ કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ નાં પ્રમુખ પદેથી રાજીનામુ આપનાર પિયુષ રાદડીયાએ જણાવ્યુ કે અમે છેલ્લા 6 મહિનાથી ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવીએ છીએ અને સમાજ સેવા માટે કાર્યરત છીએ.

fallbacks

મોડાસાના માઝુમ બ્રિજ પર મોટી દુર્ઘટના; કાર નદીમાં ખાબકતા 3ના કરૂણ મોત, એકનો બચાવ

અમારી નિમણૂક થઈ તે સમયથી જ નિમણૂક માટે અમારા નામની દરખાસ્ત મૂકનાર ગોંડલના હિરેનભાઈ ડાભી ઉપર અમારા રાજકીય હરીફ એટલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પારિવારિક તથા રાજકીય કાવાદાવા કરી અતિશય દબાણ લાવી અમારી આ જવાબદારીમાંથી રોકવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. તથા હિરેનભાઈ અને ગોંડલના જ વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં નિષ્ઠાપૂર્વક વર્ષોથી જવાબદારી નિભાવતા ધર્મેન્દ્રભાઈ રાજાણી ઉપર પણ એન કેન પ્રકારે દબાણ લાવી અમને અધ્યક્ષ તરીકેના હોદા ઉપરથી દૂર કરવા માટે એન કેન પ્રકારે કાવતરા કરવામાં આવેલા હતા.

શનિની સાડાસાતીથી આ 3 રાશિ પર તૂટી પડશે કહેર, જાણો કઈ રાશિને ક્યારે મળશે છૂટકારો?

હનુમાન જયંતિ જેવા ધાર્મિક પર્વમાં પણ રાજકારણ લાવી હનુમાન જયંતીની શોભાયાત્રામાં જો અમોની હાજરી હશે તો પૂર્વ ઘારાસભ્ય તથા તેમના પરિવારમાંથી કોઈપણ વ્યક્તિ હાજર નહીં રહે તેવો વ્યક્તિગત વિરોધ કરી ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના હોદેદારો તથા કાર્યકર્તાઓ ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું. આવા દબાણને પણ વશ ન થઇને અમોએ વિશ્વ હિન્દુપરિષદમાં રહીને સનાતન ધર્મનું કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેથી જ અમારા ઉપર ખોટા ગુન્હાઓ દાખલ કરીને અમારા પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો. 

'મારા બેંક એકાઉન્ટમા રૂપિયા 2 લાખ જમા છે', એક મજાકના કારણે યુવકને મળ્યું દર્દનાક મોત

તેઓ આટલેથી ન અટકતા અમારી કાયદાકીય પ્રોસેસ પૂરી થઈ ગયા હોવા છતાં આ વ્યક્તિ દ્વારા અમારો બુલંદ અવાજ દબાવા માટેન કાવાદાવા હજુ પણ ચાલુ છે. અમે આવા કોઈ પણ પર્કારના કાવાદાવાને વશ થઈએ તેમ નથી. પરંતુ હવે આ ગોંડલ શહેરના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે રહેવાથી હિરેનભાઈ ડાભી, ધર્મેન્દ્રભાઈ રાજાણી તથા ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદ ના હોદેદારો તથા કાર્યકર્તાઓને પણ માનસિક દબાણમાં રહેવું પડતું હોય તથા તેમના ઉપર માનસિક, પારિવારિક તથા ધંધાકીય ક્ષેત્રે પણ હેરાનગતિ થતી હોય અમો આ હોદા ઉપર રહેવા માંગતા નથી જેથી વિશ્વ હિન્દુ પરિષદના ગોંડલ શહેરે પ્રમુખ તરીકેના હોદા ઉપરથી સ્વૈચ્છિક રાજીનામુ આપીએ છીએ.

વિરાટ-રોહિતના ચાહકોને મોટો ઝટકો, બંને દિગ્ગજો માટે 2027નો વર્લ્ડ કપ રમવો મુશ્કેલ!

આ તમામ ઘટનાક્રમો ઉપરથી સ્પષ્ટ દેખાય આવે છે કે ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તથા બજરંગ દળ જેવી સંસ્થાઓ પણ સ્વતંત્ર રીતે કામ કરી શકતી નથી. જેથી અમારું રાજીનામુ મંજૂર કરવા વિનંતી છે. 

તહેવારોની આ તારીખો નોંધી રાખજો! આ જિલ્લાઓમાં ભારે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More