Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં શિક્ષકોની ચાંદી જ ચાંદી, 10000 પોસ્ટ પર કોઇ પરીક્ષા વગર સીધું જ પોસ્ટિંગ

ગુજરાતમાં હાલ સરકારી ભરતી સૌથી મોટો મુદ્દો છે. સરકારી ભરતીની જાહેરાતમાં મોડું હોય, પેપર ફુટી જવાનો કાંડ હોય તે વર્ષોથી લટકેલી ભરતીઓ નહી કરવાનો મુદ્દો હોય હાલ આ તમામ મુદ્દાઓ ગુજરાતનાં સૌથી વધારે સળગતા મુદ્દાઓ છે અને ગુજરાતનાં નાગરિકોને સૌથી વધારે સ્પર્ષતા મુદ્દા છે. તેવામાં શિક્ષકોની ભરતી અંગેની જાહેરાત બાદ હવે પ્રવાસી શિક્ષકોની જાહેરાત પણ સરકાર દ્વારા કરી દેવામાં આવી હતી. 10000 થી વધારે પદો પર પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. 

ગુજરાતમાં શિક્ષકોની ચાંદી જ ચાંદી, 10000 પોસ્ટ પર કોઇ પરીક્ષા વગર સીધું જ પોસ્ટિંગ

GANDHINAGAR NEWS : ગુજરાતમાં હાલ સરકારી ભરતી સૌથી મોટો મુદ્દો છે. સરકારી ભરતીની જાહેરાતમાં મોડું હોય, પેપર ફુટી જવાનો કાંડ હોય તે વર્ષોથી લટકેલી ભરતીઓ નહી કરવાનો મુદ્દો હોય હાલ આ તમામ મુદ્દાઓ ગુજરાતનાં સૌથી વધારે સળગતા મુદ્દાઓ છે અને ગુજરાતનાં નાગરિકોને સૌથી વધારે સ્પર્ષતા મુદ્દા છે. તેવામાં શિક્ષકોની ભરતી અંગેની જાહેરાત બાદ હવે પ્રવાસી શિક્ષકોની જાહેરાત પણ સરકાર દ્વારા કરી દેવામાં આવી હતી. 10000 થી વધારે પદો પર પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. 

fallbacks

મોત બનીને ફરતા માતેલા સાંઢથી લોકોને બચાવવા મહેસાણાના પશુપ્રેમીએ બનાવ્યું અનોખું ‘નંદી વન’

અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી નજીકમાં છે ત્યારે સરકાર દ્વારા ધડાધડ જાહેરાતો કરવામાં આવી રહી છે પરંતુ આચાર સંહિતા લગી જશે ત્યાર બાદ એક પણ પરીક્ષા લેવાશે નહી અને ભાજપ લોલીપોપ આપીને મત્ત મેળવી લેશે અને ફરી એકવાર પરીક્ષાઓ લટકાવી દેવામાં આવશે તેવો આરોપ વિપક્ષ દ્વારા લગાવાઇ રહ્યા છે. તેવામાં એક પછી એક ધડાધડ ભરતીની જાહેરાતો કરાઇ રહી છે. હાલમાં ગુજરાતમાં સૌથી વધારે લાંબા સમયથી અપેક્ષીત શિક્ષક અને પ્રવાસી શિક્ષકની ભરતીની જાહેરાત શિક્ષણ મંત્રીએ કરી દીધી છે. 

વધુ એક કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ, ડુપ્લીકેટ પાસપોર્ટ દ્વારા અમેરિકામાં ઘૂસણખોરી કરાવાતી

જીતુ વાઘાણીએ ટ્વીટ કરતા લખ્યું કે,'કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે  પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવેલ છે. આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમા શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે તેમજ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂંક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦.૫૦ કરોડની જોગવાઈ કરવામા આવેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More