બોટાદ : ગઢડા પંથકમાં પડેલા સતત વરસાદ તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બાર વર્ષ બાદ ઘેલો નદીમાં આવેલ ઘોડાપુરને લઈ નદી નાળા પણ છલકાયા છે. ત્યારે પીપળ ગામના ચેકડેમમાં થયેલ નુકશાન જેને લઈ હાલ વરસાદ નથી, પણ અગાઉ આવેલ સ્થિતિ મુજબ વરસાદ પડે તો તૂટેલા ચેકડેમના કારણે પાણી ગામમા આવે અને ખૂબ મોટું નુકસાન થાય તેવી ભીતિ ગામલોકોની માંગ વહેલા સર ચેક ડેમ રીપેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
વડોદરામાં તંત્ર છુપાવી રહ્યું છે કોરોનાના મોતનો સાચો આંકડો, અંતિમ સંસ્કારમાં લાંબુલચક વેઈટિંગ
બોટાદ જિલ્લામાં પડેલ સાર્વત્રિક વરસાદ સાથે ગઢડા તાલુકામાં સૌથી વધારે સિઝનનો 52 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં પડેલ મુશાળશાર વરસાદને કારણે ચેક ડેમ નદી નાળા તેમજ ડેમો ઓવરફલો થયા છે, ત્યારે ગઢડાની ઘેલા નદીમાં બાર વર્ષ બાદ ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો છે. જેના કારણે ગઢડાના પીપળ ગામમાં આવેલ ચેક ડેમ પાણીના પ્રવાહ સામે ટકી ન શકતા ચેક ડેમની એક સાઈડ તૂટી જવાના કારણે તે સમયે ખેતરમાં પાણી ફરી વળ્યાં છે. જો તાજેતરમાં પડેલ વરસાદ તેમજ ઉપરવાસમાં જો મુશાળધાર વરસાદ પડે તો તૂટી ગયેલ ચેકડેમના કારણે પાણી ગામમાં ફરી વળે તેવી ગામલોકોની ભીતિ છે. જો આ પાણી ગામમાં આવે તો પુરની સ્થિતિ સર્જાઈ તેવી શક્યતા છે. પહેલા ચેકડેમ રીપેર કરવામાં આવે તેવી ગામલોકો માંગ કરી રહ્યા છે.
બનાસકાંઠામાં પાટીલ બોલ્યા, કોંગ્રેસનો ગઢ ભૂતકાળ થશે, ઈતિહાસ જલ્દી જ બદલાશે
જ્યારે આ મામલે ગામના તલાટી કમ મંત્રીને પૂછતાં તેઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે, અતિભારે વરસાદના કારણે કારણે ઘેલો નદીમાં પુર આવતા ચેકડેમ તૂટી ગયો છે. જેને લીધે પાણીનો પ્રવાહ ગામના ગ્રામ રક્ષક પાળાને નુકસાન પહોંચ્યું છે. જો વધુ વરસાદ અને પાણી આવે તો પાળો તૂટી જાય અને પાણી ગામમાં ઘુસી જાય તેવી શક્યતા છે. જેને લઈ ઉચ્ચ અધિકારી સુધી આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે