Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, જાણો વિગત

ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. સરકારના નિર્ણયનો લાભ રાજ્યના લાખો કર્મચારીઓને મળશે. આ સાથે સરકાર દ્વારા જુલાઈથી ડિસેમ્બર મહિના સુધીનું એરિયર પણ ચુકવવામાં આવશે.

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, જાણો વિગત

ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેનો લાભ ગુજરાત સરકારના વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. હવે ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધીને 53 ટકા થઈ ગયું છે. 

fallbacks

રાજ્ય સરકારે કરી જાહેરાત
ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને અત્યાર સુધી 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું હતું, હવે તેમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે મોંઘવારી ભથ્થું વધીને 53 ટકા થઈ ગયું છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે મોંઘવારી ભથ્થામાં વધારો 1 જુલાઈ 2024થી લાગૂ કરવામાં આવશે. એટલે કે બાકીના મહિનાઓનું એરિયર પણ કર્મચારીઓ તથા પેન્શનરોને મળશે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને લાગશે ઝટકો! આઠમાં પગાર પંચને મુદ્દે નાણા મંત્રાલયે કહી આ વાત

fallbacks

fallbacks

જાન્યુઆરીમાં મળી જશે એરિયર
રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્ય સરકારના કર્મચારીઓને જુલાઈથી લઈને ડિસેમ્બર સુધી મોંઘવારી ભથ્થાનું એરિયર જાન્યુઆરી 2025માં ચુકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાથી સરકારના લાખો કર્મચારીઓને લાભ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More