Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાત

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે. 

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાત

ગાંધીનગરઃ ઓક્ટોબર મહિનાના અંતમાં દિવાળીના તહેવારોની શરૂઆત થઈ જશે. આ વર્ષે દિવાળીની ઉજવણી 29 ઓક્ટોબરે કરવામાં આવશે. દિવાળી પર લોકો મોટી સંખ્યામાં ખરીદી કરતા હોય છે. તેવામાં રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. આ મહિને કર્મચારીઓને પગાર-પેન્શનની ચુકવણી પહેલી કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી છે.

fallbacks

વહેલો મળી જશે પગાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને  મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની  રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે. 

આ પણ વાંચોઃ ગેનીબેન માટે વટનો સવાલ તો શંકર ચૌધરીનો થશે લિટમસ ટેસ્ટ, રત્નાકરે મોરચો સંભાળ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More