Home> Gujarat
Advertisement
Prev
Next

પેટાચૂંટણીનું પિક્ચર પૂરું : ગોપાલ ઈટાલિયા બન્યા મેન ઓફ ધ મેચ, કડીમાં રાજેન્દ્ર ચાવડા વન વે જીતી ગયા

Gopal Italia Won Visavdar Byelection : કડીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત નિશ્ચિત... રાજેન્દ્ર પટેલ 34 હજારની જંગી લીડ સાથે જીતની નજીક.. તો વીસાવદરમાં ગોપાલ ઈટાલિયાએ દેખાડ્યો દમ... 13 હજારથી વધુ મતો સાથે ઈટાલિયા આગળ.. 

પેટાચૂંટણીનું પિક્ચર પૂરું : ગોપાલ ઈટાલિયા બન્યા મેન ઓફ ધ મેચ, કડીમાં રાજેન્દ્ર ચાવડા વન વે જીતી ગયા

Gujarat by Election Results 2025 Updates: ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીનું પરિણામ હવે આવી ગયુ છે. ભાજપના હાથમાં ફરીથી વિસાવદર નથી આવ્યું, અહી હજી ભાજપનો વનવાસ ચાલુ રહેશે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જંગી લીડ સાથે જીત થઈ છે. તો કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 38904 મતની રેકોર્ડબ્રેક લીડ સાથે જીતી ગયા છે. પરંતુ આખા ખેલમાં ગોપાલ ઈટાલિયા મેન ઓફ ધી મેચ બન્યા છે. 

fallbacks

વિસાવદર વિધાનસભા બેઠક પર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત થઈ છે. AAPના ગોપાલ ઈટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને હરાવ્યા છે. ગોપાલ ઈટાલિયાની જીતથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી ફરીથી સજીવન થઈ છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ જીતનો જશ્ન શરૂ કર્યો છે. ઈટાલિયાની જીતે આમ આદમી પાર્ટીમાં નવા પ્રાણ ફૂંક્યા છે. 

આ સાથે ગુજરાત વિધાનસભામાં ચિત્ર બદલાઈ ગયુ છે. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ પર નજર કરીએ તો 

  • ભાજપ 162
  • કોંગ્રેસ 12
  • AAP 5
  • SP 1
  • અપક્ષ 2
  • કુલ 182

વિસાવદરમાં ભાજપે સ્વીકારી હાર
વિસાવદરની હારને સરકારે સ્વીકારી લીધી છે. પેટાચૂંટણીના પરિણામો ઉપર રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, વિસાવદરમાં હારનું વિશ્લેષણ કરવામાં આવશે અને વિસાવદરની પ્રજા પુનઃ ભાજપ સાથે જોડાઈ એ રીતનો પ્રયત્ન કરાશે. ઋષિકેશ પટેલે કહ્યું કે, કડીની જીત એ જનતાની જીત છે. કડી કે વિસાવદરમાં પ્રજાનો મેન્ડેડ સ્વીકાર્ય છે. પ્રજા નાના મોટા પ્રચારના કારણે મેન્ડેડ અલગ આવે તો પણ અમે સ્વીકારીશું. વિપરીત પરિણામો હોય તો પણ અમે ત્યાં પરિણામો સુધારીશું. વિસાવદરમાં હારનું વિશ્લેષણ કરીશઉં. વિસાવદરમાં ફરી ભાજપ વાવણી માટે પ્રયાસ કરશે.

વિસાવદરમાં જીતના કારણ             

  • આમ આદમી પાર્ટીએ એકલા ચૂંટણી લડવાનો કર્યો નિર્ણય
  • આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા જાહેર કર્યું નામ
  • વીસાવદરમાં ગોપાલ ઈટાલિયાને ઉતાર્યા મેદાને
  • ગોપાલ ઈટાલિયાએ મહિનાઓ પહેલા જ શરૂ કર્યો પ્રચાર
  • ઈટાલિયાએ ચૂંટણીની જાહેરાત પહેલા જ જંગી પ્રચાર કર્યો
  • આપની સામે ભાજપનો પ્રચાર નબળો દેખાયો
  • પેરીસ જેવા રોડના વાયદાની લોકો પર અસર ન થઈ 
  • હર્ષદ રિબડીયા અથવા ભૂપત ભાયાણીને ટિકિટ ન આપવી
  • વીસાવદરમાં ભાજપનો વનવાસ ન થઈ શક્યો પૂર્ણ

વિસાવદરનું પરિણામ 

  • 21 રાઉન્ડના અંતે
  • ભાજપ -  58325
  • કોંગ્રેસ - 5491
  • આપ - 75906
  • આપના ગોપાલ ઈટાલિયાની 17581 મતના લીડ સાથે જીત 

કડીમાં ભાજવ વન-વે જીતી ગયું 
કડી વિધાનસભા બેઠકની મત ગણતરી પૂર્ણ થઈ. ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો. રેકોર્ડ બ્રેક લીડથી રાજેન્દ્ર ચાવડા વિજયી બન્યા. ભાજપને 98,836 મત મળ્યા. તો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને 59,932 મત મળ્યા. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3077 મત મળ્યા. નોટાને 1692 મત મળ્યા. આમ, ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 38,904 રેકોર્ડ બ્રેક લીડથી વિજયી થયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More