Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad: જમીન દલાલનું અપહરણ કરી ખંડણી માંગનાર ઝડપાયો, 9 જેટલા ફરાર આરોપી ફરાર

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ ફુલજી ઉર્ફે ફુલો મોતીભાઈ રબારી છે. આરોપીએ 17 ફેબ્રુઆરીના રોજ કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનુ અપહરણ કર્યુ હતુ અને અપહરણ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગી હતી.

Ahmedabad: જમીન દલાલનું અપહરણ કરી ખંડણી માંગનાર ઝડપાયો, 9 જેટલા ફરાર આરોપી ફરાર

મૌલિક ધામેચા, અમદાવાદ: ફરી એક વખત અમદાવાદ (Ahmedabad) માં ગોવા રબારીનો આતંક સામે આવ્યો છે. જેલમાં રહી ખંડણીના નેટવર્ક ચલાવતો ગોવા રબારી (Gova Rabari) ના સાગરીતોએ અમદાવાદ (Ahmedabad) ના જમીન દલાલનું અપહરણ (Kidnaping) કરી 1 કરોડની ખંડણી માંગી હતી. જે ગુનામા ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી હતી. અન્ય 9 જેટલા ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

fallbacks

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Crime Branch) ની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ ફુલજી ઉર્ફે ફુલો મોતીભાઈ રબારી છે. આરોપીએ 17 ફેબ્રુઆરીના રોજ કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનુ અપહરણ કર્યુ હતુ અને અપહરણ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગી હતી. પકડાયેલ આરોપી એ ફરિયાદીની 36 તોલા સોનાની 14 લાખની સોનાની ચેઈન લૂંટી લીધી હતી. ઉપરાંત અન્ય 70 લાખ માટે ધમકી આપી હતી. જે અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad: યુવકને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા હતા પૈસા, પતિ પત્ની સહિત 3ની ધરપકડ

જમીન દલાલ અને વેપારીને ધમકાવી રૂપિયા પડાવી ખંડણી ગેંગમા મુખ્ય સુત્રધાર તરીકે ગોવા રબારી (Gova Rabari) નુ નામ સામે આવી શકે છે. લુંટ,ખંડણી અને ધમકીના ગુનામા ભલે 10 આરોપી સંડોવાયેલા હોય પરંતુ ભૂજ જેલ માં બંધ ગોવા રબારી આ ખંડણીની ગેગ ચલાવતો હોવાની શકયતા છે. કારણ કે લુંટમાં ગયેલી સોનાની ચેઈન પણ પોલીસે ગોવા રબારીના ઘરેથી કબ્જે કરવામા આવી છે. જેને લઈ ક્રાઈમ બ્રાંચે ગોવા રબારીની પુછપરછ ની તૈયારી શરૂ કરી છે.

IND vs ENG: Virat Kohli ની ગુજરાતી સાંભળીને હાર્દિક-અક્ષર રોકી ન શક્યા હસું, Video જોઇ તમે પણ હસી પડશો

મહત્ત્વનુ છે કે આ ગુનામા મહેશ રબારી, નાગજી રબારી,અલ્પેશ હિરવાણી અને કરણ મરાઠી સહીત 9 આરોપી ફરાર છે. જેને ઝડપી લેવા ક્રાઈમ બ્રાંચની અલગ અલગ 10 ટીમો કામગીરી કરી રહી છે.જમીન દલાલ પાસેથી 1 કરોડ વસુલવા માટે આરોપીએ તેને અને તેના મિત્રની હત્યા ની ધમકી પણ આપી હતી જોકે હવે પોલીસ ખંડણી ના નેટવર્ક નો પર્દાફાશ કરવા અમદાવાદ થી ભૂજ જેલ સુધી તપાસ લંબાવસે ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસ મા શુ ખુલાસા થાય છે .

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More