હીતલ પારેખ/ ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં આર્થિક રીતે પછાત સવર્ણ વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરાયા બાદ તેને લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું, હવે રાજ્ય સરકાર દ્વારા સવર્ણ વર્ગના આર્થિક રીતે નબળા લોકોને અનામતનો લાભ લેવા જરૂરી પ્રમાણપત્ર આપનારા અધિકારી નિયત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 10 ટકા આર્થિક અનામતનો લાભ લેવા માટે સવર્ણ વર્ગના લોકો માટે રૂ.8 લાખની વાર્ષિક આવકની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઠરાવમાં આર્થિક રીતે પછાત સવર્ણ વર્ગને 10 ટકા અનામત અંગેનું પ્રમાણપત્ર આપનારા અધિકારીના નામની જાહેરાત કરાઈ છે. પરિપત્ર મુજબ મામલતદાર અને મામલતદાર થી ઉપરના અધિકારીઓ આ અંગેનું પ્રમાણપત્ર આપી શકશે. જિલ્લા મેજીસ્ટ્રેટ, અધિક કલેકટર, કલેકટર અને મામલતદાર સુધીના અધિકારીઓને આ પ્રમામપત્ર આપવાની સત્તા આપવામાં આવી છે.
28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી રાજ્યભરમાં 'મેગા પ્લેસમેન્ટ કેમ્પ'નું આયોજન
આ પ્રમાણપત્ર ખોટું આપે કે અધિકારી પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરે તો તેના પર અપીલ કરવાનો અધિકાર પણ નાગરિકોને અપાયો છે. જે મુજબ જે અધિકારી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય તેનાથી ઉપરના અધિકારી સમક્ષ અપીલ કરી શકાશે. આ અપીલનો ૩૦ દિવસમાં નિકાલ કરવાનો રહેશે. રાજ્ય સરકારે આ અંગે બહાર પાડેલા પરિપત્રમાં સ્પષ્ટ રીતે કુટુંબની આવક માટે રૂ.8 લાખની મર્યાદા નક્કી કરી છે.
સરકાર દ્વારા નક્કી કરાયેલા અધિકારીઓ
એટલે કે, સવર્ણ વર્ગના લોકોને 10 ટકા આર્થિક અનામતનો લાભ લેવા માટે પાત્રતાનું પ્રમાણપત્ર માટે મામલતદાર/ તહેસિલદારની કક્ષાથી ઉતરતા ન હોય તેવા અધિકારકીઓ સક્ષમ સત્તાધિકારી ગણાશે.
જૂનાગઢમાં 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન યોજાશે મીની કુંભ
આર્થિક રીતે નબળા વર્ગ માટે આવકની ગણતરી અને કુટુંબની વ્યાખ્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે