Education News : સરકારી નોકરીની રાહ જોનારા યુવાઓ માટે મોટા અપડેટ આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરી છે. ધોરણ 9થી 10 સુધી એટલે કે માધ્યમિકના 3 હજાર 517 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 અને 10 માટે ભરતી જાહેર કરાઈ છે. સરકારી શાળામાં 1200, ગ્રાન્ટેડ શાળામાં 2317 જગ્યાઓ ભરવામાં આવશે. રાજ્યમાં કુલ 3 હજાર 517 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે.
ગ્રાન્ટેડ શાળામાં
ગુજરાતી માધ્યમ -2258
અંગ્રેજી માધ્યમ -56
હિન્દી માધ્યમ -3
કુલ=2317 જગ્યાઓ ભરાશે
નવરાત્રિમાં વિલન બન્યો વરસાદ, આજે આઠમા નોરતે અડધા ગુજરાતમાં તૂટી પડશે, આવી છે આગાહી
સરકારી શાળામાં
ગુજરાતી માધ્યમ -1196
અંગ્રેજી માધ્યમ -4
કુલ જગ્યા=1200 જગ્યાઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગત તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ આચાર્ય તેમજ ગત તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ અંદાજિત ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. હવે, બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
અમદાવાદના પ્રખ્યાત મંડળી ગરબામાં થયું ફાયરિંગ, બે જૂથ વચ્ચે બબાલ બાદ મારામારી થઈ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે