Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ફરીથી નીકળી સરકારી નોકરીમાં ભરતી, એપ્લિકેશન કરવા માટે માત્ર 5 દિવસ બાકી

ગુજરાતમાં ફરીથી નીકળી સરકારી નોકરીમાં ભરતી, એપ્લિકેશન કરવા માટે માત્ર 5 દિવસ બાકી
  • કોરોનાકાળ વચ્ચે ગુજરાતમાં શિક્ષકો માટે નોકરીની નવી તકો સામે આવી 
  • ધોરણ 6 થી 8 સુધીના ગણિત-વિજ્ઞાન, ભાષા તેમજ સામાજિક વિજ્ઞાનના વિષયો માટે વેકેન્સી નીકળી
  • શિક્ષકોને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકોને લેવામાં આવશે

ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર શિક્ષા અભિયાન (એસએસએ) ગુજરાતે પોતાની અધિકારિક વેબસાઈટ પર સ્કૂલ શિક્ષકોના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. તેમજ ઈચ્છુક ઉમેદવારો એસએસએ ગુજરાત શિક્ષક ભરતી 2021 માટે એસએસએ ગુજરાતની અધિકારિક વેબસાઈટ ssarms.gipl.in પર આવેદન કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આવેદન કરવાની અંતિમ તારીખ 31 મે 2021 છે.

fallbacks

એસએસએ શિક્ષકોની ભરતી સંપૂર્ણ શિક્ષાના અંતર્ગત જિલ્લા સ્તરીય ઉત્કૃષ્ઠ વિદ્યાલયોમાં કરવામાં આવશે. ધોરણ 6 થી 8 સુધીના ગણિત-વિજ્ઞાન, ભાષા તેમજ સામાજિક
વિજ્ઞાનના વિષયો માટે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકોને લેવામાં આવશે.

આ પણ વાંચો : આફતને અવસરમાં પલટતા ગુજરાતીઓ, રાજકોટના 7 લેયરવાળા માસ્કની વિદેશોમાં ડિમાન્ડ વધી

મહત્વની તારીખોની નોંધ કરી લો

  • આવેદન કરવાની શરૂઆતની તારીખ 20 મે 2021
  • આવેદ કરવાની અંતિમ તારીખ 31 મે 2021 

શિક્ષકો - 252 જગ્યા

  • ગણિત સાયન્સ - 84 જગ્યા
  • ભાષા - 84 જગ્યા 

શૈક્ષણિક યોગ્યતા 
જે ઉમેદવારોની પાસે 3 વર્ષની ઈન્ટીગ્રેટેડ બીએડ યોગ્યતા છે, જેમ કે 4 વર્ષ બેચલર ઈન એલીમેન્ટ્રી એજ્યુકેશન (B.EI.ED.)/ 4 વર્ષ B.Sc. શિક્ષણ (બીએસસી.એડ) / ચાર વર્ષીય બીએ શિક્ષણ (બીએ બીએડ) / ચાર વર્ષીય બી.કોમ જેમણે બીકોમ બીએડ કર્યું હોય તે લોકો આ જગ્યા માટે આવેદન કરી શકે છે. 

આવેદન કેવી રીતે કરવું
ઈચ્છુ ઉમેદવાર એસએસએ ગુજરાતની અધિકારીકિ વેબસાઈટ ssarms.gipl.in પર જઈને 20 મે થી 30 મે સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More