ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત હાઈકોર્ટના વિવિધ પદો પર ભરતી નીકળી છે. જે અંતર્ગત કોર્ટે ( Gujarat HighCourt) અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગુજરાત સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 ના પદ માટે વેકેન્સી કાઢી છે. આ અંતર્ગત કુલ 10 પોસ્ટ પર ભરતી કરવામાં આવનાર છે. જેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર (Stenographer) ના 1 ને અંગ્રેજી સ્ટેનોગ્રાફર માટે કુલ 9 પદ માટે ભરતી કરવામાં આવનાર છે. તેમાં સામાન્ય 3, એસટી 3, એસઈબીસીના 3 પદ પર નિયુક્ત કરવામાં આવશે. આવામાં ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સરકારી પોર્ટલ @hc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. એપ્લિકેશનની પ્રોસેસ ગઈકાલથી એટલે કે 20 એપ્રિલથી શરૂ થઈ ચૂકી છે. તો આ પોસ્ટ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ 4 મે 2021 છે.
ગુજરાત હાઈકોર્ટ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, યોગ્ય આવેદકોને અંગ્રેજી સ્ટેનોગ્રાફી ટેસ્ટ અને સ્કીલ ટેસ્ટ લિખિત પરીક્ષા (ઓબ્જેક્ટિવ ટાઈપ MCQs) માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષા 27 જૂન, 2021 ના રોજ લેવામાં આવશે. તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ટેસ્ટ અને સ્કીલ ટેસ્ટ 11 જુલાઈ 2021 ના રોજ લેવામાં આવશે.
યુપીએસઈએસએસબી એ રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 21 એપ્રિલથી વધારીને 21 મે કરી દીધી છે.
આ તારીખોને ધ્યાનમાં રાખો
એજ્યુકેશન ક્વોલિફિકેશન
ગુજરાત હાઈકોર્ટ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશન મજુબ, અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ગુજરાતી સ્ટેનોગ્રાફરના પદ પર ઓનલાઈન એપ્લિકેશન કરનારા ઉમેદવારોને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી ગ્રેજ્યુએટ થવુ જોઈએ. આ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પ્રતિ મિનિટ 100 શબ્દોની ગતિ/ગુજરાત ભાષામાં 90 શબ્દ પ્રતિ મિનિટની સ્પીડ હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવારને કમ્પ્યૂટરનું પણ સામાન્ય નોલેજ હોવુ જોઈએ. તો આ પદ પર આવેદન કરનારા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
આવી રીતે થશે સિલેક્શન
સ્ટેનોગ્રાફર લેખિત અને સ્કીલ ટેસ્ટ પરીક્ષા અને લેખિત પરીક્ષામાં ઉમેદવારો દ્વારા પ્રાપ્ત એગ્રીગેટ માર્કસના આધાર પર સિલેક્શન કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે