Home> Gujarat
Advertisement
Prev
Next

હાર્દિકના મુદ્દાઓ પર સરકારે મધ્યસ્થી કરવી જોઇએ: નરેશ પટેલ

હાર્દિક સાથે મુલાકાત બાદ ખોડલધામ નરેશ પટેલે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે સરકારે મધ્યસ્થી કરવી જોઇએ.

હાર્દિકના મુદ્દાઓ પર સરકારે મધ્યસ્થી કરવી જોઇએ: નરેશ પટેલ

અમદાવાદ: હાર્દિક પટેલ સાથે મુલાકાત કર્યા બાદ ખોડલધામ નરેશ પટેલે કહ્યું કે મે હાર્દિકને વિનંતી કરી છે, કે જલદી થી પારણ કરી લે. હાર્દિક ની ત્રણે માંગણીઓને ઉમિયાધામ અને ખોડલધામ સાથે મળીને સરકાર સમક્ષ રજૂકરવામાં આવશે. સરકારે 14 દિવસથી કોઇ પણ પ્રકારની પહેલ નથી કરી નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે સરકાર તરફથી કોઇએ આવીને હાર્દિકના મુદ્દાઓ અંગે વિચારણા કરવા જોઇએ. નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે હાર્દિક પ્રાથમિકતા છે તેની તબિયત અત્યારે સૌથી મહત્વની બાબત છે. ઉમિયાધામ અને ખોડલધામની કોર કમિટીની બેઠક કરીને સરકાર સાથે બેઠક કરવાનો પ્રયાસ કરીશું.

fallbacks

નરેશ પટેલની હાર્દિક સાથેની મુલાકાત બાદ તેના માતાપિતા સાથે કરી ચર્ચા
ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના ચર્ચીત નરેશ પટેલે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ હાર્દિકના માતા-પિતા સાથે પણ મુલાકાત કરી હતી. નરેશ પટેલ દ્વારા હાર્દિકને વહેલી તકે ઉપાવાસ છોડી દેવાની સલાહ આપાવામાં આવી હતી. જ્યારે હાર્દિકે પણ જણાવ્યું હતું કે હું ટૂંક સમયમાં તમને આ અંગે જાણકારી આપીશ.

હાર્દિકની તબીયત લથડતી હોવાથી પારણાં કરાવવા અનિવાર્ય: નરેશ પટેલ 
હાર્દિક પટેલના ઉપવાસનો આજે છેલ્લો દિવસ છે અને અત્યારે હાર્દિકની તબિયત ખુબજ ખરાબ હોવાથી હાર્દિકના પારણાં કરાવવા અનિવાર્ય છે. કારણ કે સતત 14 દિવસથી ભૂખ્યા રહેવાથી તેની હાલત બગડી રહી છે. માટે જ હાર્દિકને સમજાવી પારણાં કરાવ્યા બાદ જ બધી વાત કરીશું. વધુમાં ખોડલધામના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ નરેશ પટેલે જણાય્યું હતું કે, ખેડૂતોનો મુદ્દો મને યોગ્ય લાગે છે, હું પૂરો પ્રયાસ કરીશ કે હાર્દિક પારણા કરી લે. કોઈ સારું કામ હોય તો આગળ આવવું જોઈએ. પાટીદારો જ નહીં પરંતુ આર્થિક રીતે ગરીબ દરેક નબળા વર્ગને અનામત મળવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More