Home> Gujarat
Advertisement
Prev
Next

રાજયપાલ આચાર્ય દેવવ્રત સુરત શહેરની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટની મુલાકાતે, વેપારીઓનાં કર્યા વખાણ

રાજયપાલ આચાર્ય દેવવ્રત સુરત શહેરની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટની મુલાકાતે, વેપારીઓનાં કર્યા વખાણ

* વિકાસમાં અહીના ઉદ્યોગપતિઓની મહેનત, પ્રામાણિકતા, બુધ્ધિ કૌશલ્યતા કારણભૂત રહ્યા છેઃ રાજયપાલ

fallbacks

સુરત : રાજયપાલ  આચાર્ય દેવવ્રતજી સુરત શહેરના રીંગરોડ ખાતેની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલી વિવિધ ટેક્ષટાઈલના વેપારીઓની દુકાનોની શુભેચ્છા મુલાકાત લઈ કાપડનું ખરીદ-વેચાણનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું. રાજયપાલે જણાવ્યું કે, ‘ભારત દેશમાં આવુ વર્લ્ડ ક્લાસ માર્કેટ છે. જે પહેલીવાર જોવા મળ્યું. સુરતએ જ શહેર છે જે દુનિયામાં સૌથી વધુ ઝડપે વિકસિત ૧૦ દેશોમાં સ્થાન ધરાવે છે. આ વિકાસમાં સુરત ઉદ્યોગપતિઓ અને વેપારીઓની મહેનત, પ્રામાણિકતા, બુધ્ધિ કૌશલ્ય કારણભૂત છે. જેનાથી શહેરને પ્રતિષ્ઠા સાંપડી છે.

Corona Update: ચૂંટણી ટાણે નેતાઓ અને ચૂંટણી બાદ કોરોના બેફામ, આંકડા રોકેટ બની ગયા

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા આત્મનિર્ભર ભારત અભિયાનમાં સુરતનું અનોખું યોગદાન રહ્યું છે. એકલું સુરત ૧૫ થી ૨૦ લાખ લોકોને રોજગારી આપીને ગરીબ પરિવારોના ઘરમાં અજવાળા કરવાનું કાર્ય કરી રહ્યું છે. જેનાથી સુરત નગરની સૂરત અને સીરત બદલાઈ ગઈ છે. રાજયપાલે યુવાઓને નશામુકત બને, બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાનો સાથે હરિયાણામાં કાર્ય કરી રહ્યા હોવાની વિગતો આપી હતી. ભારત દેશને આર્થિક રીતે સુદૃઢ અને સમૃદ્ધ બનાવવા અહીના વેપારી, ઉદ્યોગપતિએ આપેલા યોગદાન બદલ સૌને શુભકામનાઓ પાઠવી હતી.

જામનગરમાં RSS ના અગ્રણી નેતાની હત્યાથી ચકચાર, ભાજપ નેતાઓ વિજય સરઘસ છોડી દોડતા થયા

આ અવસરે ટેક્ષટાઈલ ફેડરેશનના હર્ષીલભાઇએ જણાવ્યું હતું કે, સુરત શહેરને સમગ્ર વિશ્વમાં મેન્યુફેકચરીંગના કારણે મર્ચન્ટ ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે. સુરત શહેરમાં ૧૫ લાખથી વધુ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. આગામી સમયમાં વધુ ૧૦ લાખ લોકોની જરૂર પડશે તેમ જણાવીને સુરત રેલ્વે, એર કનેકટીવી તેમજ હજીરાથી એકસપોર્ટ-ઈનપોર્ટની  સરળતા, પાવર, પાણીની ઉપલબ્ધતાઓના કારણે શહેરનો વિકાસ તેજ ગતીએ આગળ વધી રહ્યો છે. કેન્દ્ર તથા રાજય સરકારની હકારાત્મક નિતિઓ તથા ઈઝ ઓફ ડુઈગ બિઝનેશના કારણે વિકાસના નવા દ્રાર ખુલ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વેળાએ કનૈયાલાલ કોકરા, સુબોધ સિધવી, મનોજ અગ્રવાલ, લલીત શાહ તેમજ ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા ફોસ્ટા તથા વિવિધ ફેડરેશનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More