Home> Gujarat
Advertisement
Prev
Next

GMERS સંલગ્ન મેડિકલ કોલેજમાં ફી વધારો પાછો ખેંચવાની કોંગ્રેસે કરી માંગ, શક્તિસિંહે કહ્યું- જરૂર પડશે તો NSUI આંદોલન કરશે

ગુજરાત સરકાર દ્વારા સરકારી મેડિકલ કોલેજોમાં ફી વધારવાનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. સરકારે ફી વધારાની જાહેરાત કર્યાં બાદ તેનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ મેડિકલ કોલેજોમાં ફી વધારો પરત ખેંચવાની માંગ કરી છે. 

GMERS સંલગ્ન મેડિકલ કોલેજમાં ફી વધારો પાછો ખેંચવાની કોંગ્રેસે કરી માંગ, શક્તિસિંહે કહ્યું- જરૂર પડશે તો NSUI આંદોલન કરશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારે GMERS કોલેજોમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીમાં 2 લાખ રૂપિયાનો વધારો કરતાં જ વિરોધના સૂર ઉઠ્યા છે. મેડિકલ કોલેજોમાં 2 લાખ રૂપિયા ફી શા માટે વધારવામાં આવી આ સવાલ ZEE 24 કલાકે રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને પૂછ્યો છે. ZEE 24 કલાકની શિક્ષા કોન્કલેવમાં ઉપસ્થિત ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે ક્હ્યું કે, GMERS કોલેજોમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તે તમામ વિદ્યાર્થીઓને લાગુ નથી પડવાનો. એટલું જ નહીં તેમણે કહ્યું કે તેમની ફી 3 લાખ 30 હજાર રૂપિયા હતી તે વધારીને લગભગ 5 લાખ 50 હજાર  રૂપિયા કરવામાં આવી છે. 

fallbacks

શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ ફી અન્ય કોલેજોની સરખામણીમાં ઘણી ઓછી છે. ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથેના ઈન્ટરવ્યૂમાં ઋષિકેશ પટેલે કહ્યું કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મેડિકલ કોલેજોની ફી ઘણી ઓછી છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે GMERSની 13 કોલેજોમાં 2100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાંથી 1713 વિદ્યાર્થીઓને સંપૂર્ણ પણે સરકારી મદદ મળે છે. એટલે કે સ્કોલરશિપનો સીધો લાભ મળે છે. 

આ સાથે જ તેમણે કહ્યું કે GMERS સોસાયટી પર બોજો વધતો જાય છે, જેની સામે આ ફી વધારો કંઈ જ નથી. આ સાથે જ તેમણે સરકારી લાભો મેળવીને ડૉક્ટર બનનારા વિદ્યાર્થીઓને કહ્યું કે સરકારી લાભ લેનારા વિદ્યાર્થી તબીબો 1 વર્ષના બોન્ડ માટે પણ તૈયાર નથી. તેમણે વિચારવું જોઈએ કે સરકારી યોજનાનો લાભ લઈને પણ ગામડાંમાં અને અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સેવા આપવામાં કેમ તેઓ પાછળ રહે છે?

આ પણ વાંચોઃ આ વર્ષે કેવો પડશે વરસાદ? જામનગરના આમરામાં કુવામાં રોટલો પધરાવી કરાઈ મોટી આગાહી

GMERS સંલગ્ન મેડિકલ કોલેજમાં ફી વધારો પાછો ખેંચવાની ગુજરાત કોંગ્રેસે માંગ કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, 1994-95 બાદ રાજ્યને પૂર્ણ સરકારી મેડિકલ કોલેજ નથી મળી.એમાં પણ આ ફી વધારાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના સપના રોળાઈ શકે છે..આ મામલે શક્તિસિંહ ગોહિલ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરશે..સાથે જ તેમણે કહ્યું છે કે, જરૂર પડે તો NSUI જલદ આંદોલન કરશે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More