Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની પરીક્ષા રદ, GPSCનો ગંભીર છબરડો સામે આવ્યો

Government Exam Cancel : GPSC એ આખરે નાયબ ખેતી નિયામક વર્ગ-1 ની લીધેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો... વિદ્યાર્થીઓની આ રજૂઆતને ચકાસતા વિદ્યાર્થીઓ સાચા હોવાનું ધ્યાનમાં આવ્યું 

ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની પરીક્ષા રદ, GPSCનો ગંભીર છબરડો સામે આવ્યો

Gandhinagar News : માર્કસ માટે વગોવાયેલી GPSCનો વધુ એક છબરડો સામે આવ્યો છે. હસમુખ પટેલના વડપણમાં લેવાયેલી GPSCની વધુ એક પરીક્ષા રદ કરવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ એકની પરીક્ષા રદ કરવામાં આવી છે. તો મદદનીશ ખેતી નિયામક વર્ગ 2ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 27 માર્ચે લેવાયેલી આ પરીક્ષામાં ફંડામેન્ટલ ઓફ એગ્રીકલ્ચર ભાગ 1 અને 2 માંથી જ બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એટલે કે GPSCએ જે મહાશયને પેપર તૈયાર કરવા માટે આપ્યું હતું એ મહાશયે ફંડામેન્ટલ ઓફ એગ્રીકલ્ચર ભાગ 1 અને 2 માંથી જ બધા પ્રશ્નો પૂછી લીધા હતા. જેના કારણે વિદ્યાર્થીઓએ ધારદાર રજૂઆત કરી હતી અને પરીક્ષા રદ કરવાની માગણી કરી હતી. છેવટે તપાસમાં સત્ય બહાર આવતાં જ હસમુખ પટેલને આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. 

fallbacks

જીપીએસસી એ આખરે નાયબ ખેતી નિયામક વર્ગ 1 ની લીધેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. 27 માર્ચ ના રોજ લેવાયેલી આ પરીક્ષામાં ફર્નામેન્ટલ ઓફ અગ્ર કલ્ચર ભાગ 1 અને ભાગ 2 માંથી જ તમામ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની આ રજૂઆતને ચકાસતા વિદ્યાર્થીઓ સાચા હોવાનું ધ્યાનમાં આવ્યું. આથી કોઈ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એ માટે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે આગામી 28-08-2025 ના રોજ નાયબ ખેતી નિયામક વર્ગ 1 અને મદદની ખેતી નિયામક વર્ગ 2 ની પરીક્ષા લેવાશે. 

આને ચોમાસું સમાજવાની ભૂલ ન કરતા! ગુજરાતમાં અચાનક કેમ આવ્યો ધોધમાર વરસાદ, આવ્યા નવા અપડેટ

મદદનીશ ખેતી નિયામક, વર્ગ-૨ ની પરીક્ષા મુલ્તવી રાખવા બાબત અગત્યની સૂચના
સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું કે, તા.૨૭.૦૫.૨૦૨પ ના રોજ લેવામાં આવેલ જા.ક્ર ૧૨૨/૨૦૨૪-૨૫ નાયબ ખેતી નિયામક /જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-૧ ની પરીક્ષા અંગે તા.૨૮.૦૫.૨૫ ના રોજ ઉમેદવારોએ આવીને એવી રજૂઆત કરેલ છે કે, આ પરીક્ષામાં પૂછાયેલ મોટાભાગના પ્રશ્નો પુસ્તક-૧ Fundamentals of Agriculture Volume-1 तथा पुस्त४-२. Fundamentals of Agriculture Volume-2 मां આપેલા હેતુલક્ષી પ્રશ્નોમાંથી પૂછવામાં આવેલ છે. ઉમેદવારોની ઉકત રજૂઆતની ચકાસણી કરતાં, તેમાં તથ્ય જણાયેલ હોઈ. જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતાં તમામ ઉમેદવારોને એકસરખી તક મળે તે હેતુથી, આ પરીક્ષા રદ કરવામાં આવે છે.

આગામી તા.૩૧.૦૫.૨૫ ના રોજ લેવાનાર જા.૬ ૧૨૧/૨૦૨૪-૨૫ મદદનીશ ખેતી નિયામક, વર્ગ-ર ની પરીક્ષામા પણ સમાન અભ્યાસક્રમ હોઈ, તેમાં પણ જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતા ઉમેદવારોને સ્પર્ધાની સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા પણ મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. હવે પછી આ બન્ને ભરતી માટે એટલેકે જા.ક ૧૨૨/૨૦૨૪-૨૫ નાયબ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-૧ તથા જા.ક્ર ૧૨૧/૨૦૨૪-૨૫ મદદનીશ ખેતી નિયામક, વર્ગ-ર માટે સંબંધિત વિષયની એક જ પરીક્ષા સંયુક્ત રીતે તા. ૨૮.૦૮.૨૫ ના રોજ યોજવામાં આવશે અને તેમાં બન્ને જાહેરાતમા ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ઉમેદવારોએ મેળવેલ ગુણ બન્ને ભરતીમાં ધ્યાને લેવામાં આવશે.

પતિના નિધન બાદ જીવનસાથી શોધતી મહિલાને મળ્યો મોટો ચીટર, રૂપિયા-ઘરેણા બધું લૂંટીને લઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More