અર્પણ કાયદાવાલા/અમદાવાદ :દિવાળી પહેલા એસટીના ડ્રાઈવર અને કંડક્ટરને સારા સમાચાર મળ્યા છે. એસટીના ડ્રાઈવર-કંડક્ટરના ગ્રેડ-પેમાં વધારાનો ઠરાવ કરાયો છે. ત્યારે આ નિર્ણય સાથે જ ડ્રાઈવરને 1800ના બદલે 1900 ગ્રેડ પે ગણાશે. કંડકટરને 1650 ના બદલે હવેથી 1800 ગ્રેડ પે ગણાશે. 1 નવેમ્બરથી આ સુધારો અમલી બનશે.
ગુજરાતમાં પોલીસ ગ્રેડ વધારવાના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. સરકાર પોલીસ ગ્રેડ પે વધારવા કમિટી બનાવી છે. ત્યારે એસટી વિભાગની દિવાળી સુધરી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે