Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં આ દિવસે કરાશે ભવ્ય આતશબાજી, એક કલાક સુધી આકાશમાં ઝગમગાટ થશે

Grand Fireworks In Rajkot : રાજકોટમાં ધનતેરસે ભવ્ય આતશબાજી કરાશે... કાળી ચૌદસના દિવસે રેસકોર્સ રીંગ રોડ પર આકર્ષક રંગોળી સ્પર્ધા યોજાશે... રેસકોર્ષ રિંગ રોડ ફરતે ભપકેદાર લાઇટિંગ પાછળ ખર્ચ બચાવવામાં આવશે. માત્ર વૃક્ષોમાં જ લાઇટિંગ કરવામાં આવશે

રાજકોટમાં આ દિવસે કરાશે ભવ્ય આતશબાજી, એક કલાક સુધી આકાશમાં ઝગમગાટ થશે

Rajkot News : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના કાળથી બંધ કરવામાં આવેલી દિવાળી કાર્નિવલ આ વર્ષે પણ યોજવામાં નહીં આવે. પરંતુ ધનતેરસે જબરદસ્ત આતશબાજી અને દિવાળીના આગલા દિવસે રેસકોર્સ રીંગ રોડ પર ભવ્ય રંગોળી સ્પર્ધા યોજવામાં આવશે. તેમજ આતશબાજીનો સમય પણ આ વર્ષે લંબાવવામાં આવ્યો છે. ધનતેરસના દિવસે મનપા દ્વારા રેસકોર્સમાં આતશબાજી યોજવામાં આવશે. એક કલાક સુધી આકાશમાં અવનવા ફટાકડા ફોડવા આયોજન કરાયું છે. દર વર્ષેની જેમ આ વર્ષે રાજકોટવાસીઓ ધનતેરસ ઉપર આતશબાજીનો અદભુત આનંદ માણશે. 50 હજારથી વધુ લોકો તારામંડળ અને સ્કાય ફોલ નો ડીજે મ્યુઝિક સાથે આનંદ માણશે. 

fallbacks

ગત રોજ રાજકોટ - RMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 8 કરોડ 73 લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. તેમજ ગૌરવ પથ કાલાવડ રોડને સિક્સ લેન બનાવવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. મોટામવા ગામથી અવધ રોડ સુધી સિક્સ લેન બનાવવામાં આવશે. સાથે જ કપાતમાં જતી મિલકતોની મોટામવામાં જગ્યા ફાળવવામાં આવશે. છેલ્લી ૬-૬ સ્ટેન્ડિંગ કમિટી થી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવતી હતી. કપાતમાં જતી મિલકતોને 10 ટકા રકમ  RMCમાં જમા કરાવવા અને NOC લેવાના નિર્ણયને પણ રદ્દ કરવામાં આવ્યો. આ ઉપરાંત રખડતા ઢોર પકડવા જતા અધિકારીઓને બોડીવોર્ન કેમેરા આપવાનો નિર્ણય કરાયો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. બોડીવોર્ન કેમેરા ખરીદી કરવા ફાઈનાન્સ બોર્ડ પાસે 36.60 કરોડની ગ્રાન્ટની માંગ કરાશે.  

ગુજરાતના આ 2 શહેરોમાં રાતે 10 પછી ફટાકડા ફોડવા પર છે પ્રતિબંધ, જાહેરનામું વાંચી લેજો

દિવાળીના તહેવાર અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આતશબાજી કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. ધનતેરસના દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં આતિશબાજી કરાશે. આ વર્ષે 45 મિનિટના બદલે આ વખતે 1 કલાક સુધી આતશબાજી કરાશે. તેમજ રેસકોર્સ રિંગ રોડ ફરતે 1000 રંગોળી બનાવવામાં આવશે. 

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા જણાવાયું કે, ધનતેરસની રાત્રે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં આતશબાજી કરવામાં આવશે. 45 મિનિટને બદલે 1 કલાક સુધી આતશબાઝી કરવામાં આવશે. સ્માર્ટ સીટી હેઠળ ચિત્રનગરી ટ્રસ્ટના 1000 બહેનો રેસકોર્ષ રિંગ રોડ ફરતા 1000 રંગોળીઓ બનાવવામાં આવશે. આ વર્ષે રેસકોર્ષ રિંગ રોડ ફરતે ભપકેદાર લાઇટિંગ પાછળ ખર્ચ બચાવવામાં આવશે. માત્ર વૃક્ષોમાં જ લાઇટિંગ કરવામાં આવશે. 

મુકેશ અંબાણીને 400 કરોડની ધમકી આપનાર ગુજરાતનો નીકળ્યો, કુલ બે આરોપીઓની ધરપકડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More