હિતલ પારેખ/ગાંધીનગર : એઈમ્સ હોસ્પિટલ બાદ હવે રાજકોટને વધુ એક ભેટ મળી છે. રાજકોટ ખાતે 2500 એકર વિસ્તારમાં નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે MoU થયા હતા. નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ તૈયાર થતાં 280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથેના એરબસએ 320-200-બોઇંગ બી 737-900 જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રવાસીઓને મળશે.
રાજકોટને આ ભેટ મળતા રાજકોટવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટેના કરાર આજે ગાઁધીનગરમાં કરાયા હતા. આ પ્રસંગે મુખ્ય સચિવ જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ અને સિવિલ એવિયેશન-પ્રવાસન અગ્ર સચિવ એસ.જે. હૈદર ઉપસ્થિત રહ્યા હતા. આ કરાર પર એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના રાજકોટ એરપોર્ટના નિયામક બસબકાંતી દાસ અને ગુજરાતના સરકારના સિવિલ એવિયેશન નિયામક કેપ્ટન અજય ચૌહાણે હસ્તાક્ષર કર્યા હતા.
મયુર મોરીએ મીડિયા સામે ડો.શ્યામ રાજાણીનો વધુ એક ભાંડો ફોડ્યો
ઊત્તરાયણ પર પતંગ ચગાવવાની સુરતીઓની ખુશી પર પોલીસે ફેરવ્યું પાણી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે