Mahisagar News : આપણે ત્યાં લગ્નમાં ઘોડીએ ચઢવાનો રિવાજ છે. વરરાજા ઘોડા પર જાન લઈને આવે છે. પરંતુ લગ્ન સમયે ક્યારેક પ્રાણીઓ હિંસક બની જતા હોય છે. લગ્નના વરઘોડામાં પ્રાણીઓ ફટાકડા ફૂટવાથી કે ડીજેના મ્યૂઝિકને કારણે બેકાબૂ બને છે. આવામાં પહેલો ઘા એ રાણાનો, એમ વરરાજા જ નીચે પટકાય છે. આવા જ દ્રશ્યો મહીસાગર જિલ્લાના એક લગ્ન પ્રસંગમા જોવા મળ્યા. લગ્નની જાનમાં ઘોડી બેકાબૂ બનતા વરરાજા નીચે પટકાયા હતા. આ ઘટનામાં વરરાજા સહિત 3 લોકોને ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનો આ વીડિયો છે. જેમાં એક લગ્ન પ્રસંગમાં ઘોડું ગબડયું હતું. કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના છે. લગ્નની જાનમાં ઘોડી કોઈ કારણોસર બેકાબૂ બન્યો હતો. ઘોડી અસ્વારના પણ કાબૂમાં રહી ન હતી. જેથી ઘોડી પર બેસેલ વરરાજા ધડામ કરીને નીચે પટકાયા હતા.
પાસ થવાની ગેરંટી હતી પણ ધોરણ 12 સાયન્સમાં થયા છો ફેલ : તો આ છેલ્લી તક ચૂકી ના જતા
તલાટીની પરીક્ષા માટે જાણવા જેવું : હસમુખ પટેલે આપી પરીક્ષાના નવા નિયમોની માહિતી
આ ઘટનામાં વરરાજા સહિત 3 લોકોને ઇજા પહોંચી હતી. આમ, લગ્ન સમયે વરરાજાને ઘોડા પર સવારી કરાવી ડાન્સ કરાવો મોંઘો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ રીતે લગ્નમાં પ્રાણીઓ પર અત્યાચાર કરી લોકોના જીવ જોખમમાં મૂકવા કેટલા યોગ્ય છે. લગ્ન જેવા સારા પ્રસંગમાં ઘોડેસવારી કેટલી જોખમી બની જાય છે.
ઈલેક્ટ્રીક ગાડીઓને પણ ટક્કર મારે તેવી છે સુરતના યુવકે બનાવેલી દેશી કાર્ટ, PHOTOs
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે