Home> Gujarat
Advertisement
Prev
Next

મગફળીની ચોરી બાદ રાજકારણ ગરમાયું! નાફેડે કહ્યું; CWC જવાબદાર, તેમાં સરકારને કોઈ નુકસાન નથી!

Rajkot Nafed Groundnut Theft: રાજકોટ જિલ્લામાં નાફેડ તરફથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરીથી ખળભળાટ મચી ગયો હતો.  જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન તરફથી ગિરીરાજ વેર હાઉસ ભાડે રખાયું હતું. જેમાં નાફેડે ખરીદેલી 57 હજાર 600 ગુણી મગફળીનો જથ્થો રખાયો હતો.

મગફળીની ચોરી બાદ રાજકારણ ગરમાયું! નાફેડે કહ્યું; CWC જવાબદાર, તેમાં સરકારને કોઈ નુકસાન નથી!

Rajkot Nafed Groundnut Theft: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે મગફળીના ગોડાઉનમાંથી 1212 ગુણી મગફળીની ચોરી થઈ છે જે બાબતે નાફેડના ડાયરેક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ચોરીની આ ઘટના બાબતે ગુનો નોંધાયો છે અને આરોપીને પકડી લેવામાં આવ્યો છે જો કે, જે ગોડાઉનમાંથી ચોરી કરવામાં આવેલ છે તે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હતા જે cwc ની ગંભીર બેદરકારી છે.

fallbacks

તહેવારોમાં ફરાળી વાનગી ખાતા પહેલા સાવધાન; આ રીતે શ્રદ્ધાળુની આસ્થા સાથે થાય છે ચેડાં

સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તેને cwc ના ગોડાઉનમાં રાખવામાં આવતી હોય છે અને મગફળીના જથ્થામાં અવારનવાર આગ લાગવાની ઘટના તથા મગફળીના જથ્થાની ચોરી કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ રીતે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા ના જેતલસર ગામ પાસે cwc નું ગોડાઉન આવેલ છે તે ગોડાઉનમાં રાખવામાં આવેલ મગફળીના જથ્થામાંથી 1212 ગુણી મગફળીના જથ્થાની ચોરી કરવામાં આવી હતી. 

રામ મોકરિયાને લઈને મોટો નિર્ણય! ભાજપના કાર્યક્રમોમાં નો-એન્ટ્રી; રૂપાણીના નિધન બાદ..

જે બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે તેવી માહિતી નાફેડના ડાયરેક્ટર મોહનભાઈ કુંડારીયા દ્વારા આપવામાં આવી હતી અને તેમના કહેવા મુજબ cwcના ગોડાઉનમાં રાખવામાં આવેલ મગફળીના જથ્થામાં આગ લાગે અથવા ચોરી થાય આવી કોઈ પણ ઘટના હોય તો તેના માટે CWC જવાબદાર હોય છે તેમાં સરકારને કોઈ નુકસાન થતું નથી. 

આ તસવીરો જોઈ ગુજરાતના લોકો ચોંક્યા! એકબીજા સામે ઘૂરકિયા કરતા નેતાઓની 'મલકાટ' મુલાકાત

જોકે જે ગોડાઉનમાંથી મગફળીના જથ્થાની ચોરી કરવામાં આવેલ છે તેમાં મોટા માથાનો હાથ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે અને ચોરી થઈ તે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા ન હતા જે cwc ની ગંભીર બેદરકારી છે.

ફરી એ જ તારીખે ગુજરાતમાં પાટીદારો ફરી કરશે આંદોલન? જાણો સરકારને શું આપ્યું અલ્ટીમેટમ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More