અતુલ તિવારી/ ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ.10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ શકે છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજે જાહેર થઈ ગયું છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે.
ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 294 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. 1007 શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ અને 121 શાળાઓનું ઝીરો ટકા પરિણામ આવ્યું છે. રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર કરાયું છે. રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. રૂવાબારી મુવાડા કેન્દ્રનું 19.17 ટકા પરિણામ આવ્યું છે.
ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામમાં ગુજરાતી માધ્યમમાં 63.13 ટકા, હિન્દી માધ્યમમાં 63.96 ટકા અને અંગ્રેજી માધ્યમમાં 81.50 ટકા પરિણામ આવ્યું છે. આ સિવાય અમદાવાદ જિલ્લાનું 63.98% પરિણામ, ગાંધીનગર જિલ્લાનું 65.83% પરિણામ, જૂનાગઢ જિલ્લાનું 66.25% પરિણામ, વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ, રાજકોટ જિલ્લાનું 72.86% પરિણામ અને જામનગર જિલ્લાનું 69.68% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ચાલુ વર્ષે ધોરણ 10ના પરિણામમાં 12,090 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 52,992 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 93,602 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1,30,097 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 1,37,657 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ મેળવ્યો છે.
નોંધનીય છે કે, આજે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે માર્કશીટની કોપી માટે વિદ્યાર્થીઓએ ઇંતેજાર કરવાનો રહેશે. શાળા કક્ષાએથી ટુંક સમયમાં માર્કશીટની કોપી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. રાજ્યભરમાંથી અંદાજે 9.6 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
LIVE:
વડોદરા ધોરણ 10 પરિણામ:
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં ધોરણ 10નું 60.64 ટકા પરિણામ જાહેર થયું હતું. જે 2019 કરતા 5 ટકા ઓછું હતું. 2019માં ધોરણ 10નું 66.97 ટકા પરિણામ હતું. 2020માં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું હતું. એ વખતે પણ 174 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ હતું. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ હતી. 2020માં અંદાજે 10.80 લાખ વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી.
તમને જણાવી દઈએ કે 6 જૂને (આજે) ધોરણ 10નું પરિણામ વહેલી સવારે જ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની વેબસાઇટ gseb.org ગુજરાત બોર્ડની ધોરણ 10ની SSC પરીક્ષાનું પરિણામ મૂકવામાં આવ્યું છે. GSEB SSC 10મું પરિણામ 2022ની સાથે GSHSEB ગુજરાત બોર્ડની સંસ્કૃત પ્રથમ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાશે. નોંધનીય છે કે, લગભગ 9.72 લાખ વિદ્યાર્થીઓએ GSEB 10th SSC પરીક્ષા આપી હતી. GSEB SSC પરીક્ષા માર્ચ-એપ્રિલમાં યોજાઈ હતી.
GSEB બોર્ડ SSC માર્કિંગ સ્કીમ મુજબ વિદ્યાર્થીએ લાયક ગણવામાં આવતા તમામ વિષયોમાં ઓછામાં ઓછો 'D' ગ્રેડ મેળવવો જરૂરી રહેશે. વિષયોમાં ગ્રેડ 'E1' અથવા ગ્રેડ 'E2' મેળવનારા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષાઓ દ્વારા તેમને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. A1 ગ્રેડ મેળવવા માટે વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવવાના રહેશે. જ્યારે 80 ટકા અને 90 ટકાની વચ્ચે ગુણ મેળવનારાને A ગ્રેડ મળે છે, જ્યારે 70 ટકા અને 80 ટકા વચ્ચેના સ્કોરવાળા વિદ્યાર્થીઓને B ગ્રેડ મળે છે. સૌથી નીચો ગ્રેડ - D 40 ટકાથી ઓછો સ્કોર કરનારાઓ માટે છે.
ગુજરાત બોર્ડ SSC પરિણામ ગ્રેડિંગ સિસ્ટમ
A1 ગ્રેડ: 90 ટકા અને તેથી વધુ ગુણ
A ગ્રેડ: 80 - 90 ટકા ગુણ
B ગ્રેડ: 70 - 80 ટકા ગુણ
D ગ્રેડ: 40 ટકા કરતા ઓછા ગુણ
ધોરણ 10નું પરિણામ આ રીતે ચેક કરો
1- ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે gseb.org પર જાઓ.
2- હોમ પેજ પર દેખાતી ગુજરાત બોર્ડ 10મા પરિણામની લિંક પર ક્લિક કરો.
3- ત્યાં રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
4- બોર્ડનું પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોવિડ મહામારીના કારણે GSEBએ ધોરણ 10, 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને તમામ GSEB SSC વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવ્યા હતા. 2020માં ગુજરાતમાં 60.64 ટકા વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે