Home> Gujarat
Advertisement
Prev
Next

GSEB HSC Result 2025: આ વર્ષે કોણ પાછળ, છોકરા કે છોકરીઓ? આ 6 કેન્દ્રોનું 100 ટકા પરિણામ, દાહોદ-વડોદરા સૌથી પાછળ

GSEB HSC Result 2025: ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું આવ્યું છે. 

GSEB HSC Result 2025: આ વર્ષે કોણ પાછળ, છોકરા કે છોકરીઓ? આ 6 કેન્દ્રોનું 100 ટકા પરિણામ, દાહોદ-વડોદરા સૌથી પાછળ

GSEB HSC Result 2025: ધો.12 સામાન્ય પ્રવાહમાં ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી હતી. વિદ્યાર્થિનીઓએ 95.23 ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓનું 90.78 ટકા પરિણામ આવ્યું હતું.

fallbacks

સામાન્ય પ્રવાહમાં છ કેંદ્રોનું 100 ટકા પરિણામ આવ્યું
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 6 કેંદ્રોનું 100 ટકા પરિણામ આવ્યું હતું. ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું 52.56 ટકા પરિણામ તો સપ્રેડા, વાંગધ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ આવ્યું હતું. ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા કેંદ્રનું 100 ટકા પરિણામ આવ્યું હતું. વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું હતું.

વિદ્યાર્થીઓની તુલનામાં વિદ્યાર્થીનીઓએ ફરી એક વાર મારી બાજી
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર કરાયું છે. 3,62,506 પરિક્ષાર્થીઓ પૈકી 3,37,387 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. વિધાર્થીઓનું 90.78 ટકા અને વિધાર્થીનીઓનું  95.23 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીની તુલનામાં આ વર્ષે 1.14 ટકા પરિણામ વધુ આવ્યું છે. ગત વર્ષ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું હતું. 100 ટકા પરિણામ ધરાવતા કેન્દ્રોમાં સપ્રેડા વાંગધ્રા ચંદ્રાલા લીંબોદરા અને મીઠાપુર કેન્દ્રનો સમાવેશ થાય છે. 52.56 ટકા પરિણામ સાથે ખાવડા સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. 

97.20 ટકા પરિણામ સાથે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ પરિણામ આવ્યું છે. 87.77 ટકા પરિણામ સાથે વડોદરા જિલ્લામાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી 2005 શાળાઓ છે. 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી 21 શાળાઓ હોય છે. વ્યવસાયલક્ષી પ્રવાહનું 90.81 ટકા અને ઉત્તર બુનિયાદી શાળાઓનું 94.04 ટકા પરિણામ આવ્યું છે.

2005 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યુ છે. જ્યારે 21 શાળાઓએ એવી છે જેણે 10 ટકા કરતા પણ ઓછુ પરિણામ હાંસલ કર્યુ છે. નિયમિત વિદ્યાર્થીઓમાં 90.78 ટકા છોકરાઓ અને 95.23 ટકા છોકરીઓ ઉતિર્ણ થઇ છે. સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 5655 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે A2 ગ્રેડમાં 40,018 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. B1 ગ્રેડમાં 77954 વિદ્યાર્થીઓ, B2 ગ્રેડમાં 95,386 વિદ્યાર્થીઓ C1 ગ્રેડમાં 79231 વિદ્યાર્થીઓ C2 ગ્રેડમાં 33553 વિદ્યાર્થીઓ જ્યારે D ગ્રેડમાં 2423 વિદ્યાર્થીઓ પાસ થયા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More