Home> Gujarat
Advertisement
Prev
Next

દારૂની હેરાફેરીમાં હવે GSRTC ની પણ મિલીભગત? જિલ્લાધિકારીએ દરોડો પાડતા તંત્રમાં હડકંપ

ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે બુટલેગરો દ્વારા અલગ અલગ પ્રકારનાં ગતકડા કરવામાં આવતા હોય છે. જેમાં ઘણી વખત પોલીસથી માંડીને સ્થાનિક તંત્રની પણ સંડોવણી સામે આવતી હોય છે. જો કે હવે દારૂની હેરાફેરીનો જે કિસ્સો સામે આવ્યો છે તે જાણીને તમે ચોંકી ઉઠશો. કેશોદ નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલી એસ.ટી બસમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. કારણ કે એસ.ટી બસને પોલીસ પણ ભાગ્યે જ ચેક કરતી હોય છે. તેવામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 

દારૂની હેરાફેરીમાં હવે GSRTC ની પણ મિલીભગત? જિલ્લાધિકારીએ દરોડો પાડતા તંત્રમાં હડકંપ

જૂનાગઢ : ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે બુટલેગરો દ્વારા અલગ અલગ પ્રકારનાં ગતકડા કરવામાં આવતા હોય છે. જેમાં ઘણી વખત પોલીસથી માંડીને સ્થાનિક તંત્રની પણ સંડોવણી સામે આવતી હોય છે. જો કે હવે દારૂની હેરાફેરીનો જે કિસ્સો સામે આવ્યો છે તે જાણીને તમે ચોંકી ઉઠશો. કેશોદ નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલી એસ.ટી બસમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. કારણ કે એસ.ટી બસને પોલીસ પણ ભાગ્યે જ ચેક કરતી હોય છે. તેવામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 

fallbacks

GUJARAT માસ્ક બાદ હવે નવો નિયમ: જો વેક્સિન ન લીધી હોય તો બહાર ન નિકળતા નહી તો...

ઉના-જૂનાગઢ રૂટની GJ 18 Z 6438 બસ કેશોદ નેશનલ હાઇવે પર શંકાસ્પદ હાલતમાં ઉભી હતી. એસટી બસમાંથી લગેજ કોઇ પ્રાઇવેટ કારમાં ટ્રાન્સફર થઇ રહ્યો હતો. તે જ સમયે એસટી તંત્રના ઉચ્ચ અધિકારી રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. તેમણે આ શંકાસ્પદ પ્રવૃતિ જોતા તેમણે ગાડી અટકાવીને તપાસ કરતા દારૂની હેરાફેરી થઇ રહી હોવાનું અને દારૂનું કટિંગ થઇ રહ્યું હોવાનું સામે આવતા અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા. તેમણે તત્કાલ આ અંગે પોલીસને જાણ કરી હતી. 

ભાણીયાએ માસીને કહ્યું, મારા માસા તમને પ્રેમ નથી આપતા પરંતુ હું તમને તમામ 'સુખ' આપીશ અને...

પોલીસે ઘટના સ્થળે પહોંચીને જપ્ત કરાયેલો દારૂનો જથ્થો પોલીસ સ્ટેશને લવાયો હતો. દારૂનુ કટીંગ ચાલી રહ્યું હતું ત્યારે જ જિલ્લાધીકારીની ગાડી પસાર થઇ હતી. તેમને શંકા ગઇ હતી કે એસ.ટી ડેપો સિવાય તો કોઇ પણ પ્રકારનો સામાન ઉતારી શકાતો નથી. આ હાઇવે પર એસ.ટી ઉભી રહીને કયો સામાન ઉતારી રહી છે. જેના કારણે તેમણે ગાડી ઉભી રખાવી હતી અને તપાસ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓને ખબર પડી કે, આ કોઇ સામાન નહી પરંતુ દારૂની હેરાફેરી અને તે પણ સરકારી વાહનમાં થઇ રહી હતી. 

જુનાગઢના દર્દીનું હૃદય મોરબીના દર્દીમાં ધબક્યુ : અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇતિહાસની પહેલી ઘટના

સમગ્ર મુદ્દે જિલ્લાધિકારી દ્વારા પર્દાફાશ કરવામાં આવતા સ્થાનિક પોલીસ તંત્ર, એસટી તંત્ર સહિત તમામ સામે ન માત્ર સવાલો ઉઠી રહ્યા છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. સમગ્ર મુદ્દે હવે જિલ્લાધિકારીઓ અંગત રસ લઇ રહ્યા છે તેવામાં બુટલેગરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત એસટીના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More