Home> Gujarat
Advertisement
Prev
Next

બોગસ બિલિંગ કેસમાં GST ના દરોડા, 10થી વધુ આરોપીઓને ફટકારાઈ નોટિસ

બોગસ બિલિંગ બનાવવાના કેસમાં સેન્ટ્રલ જીએસટી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સંડોવાયેલી ફર્મ/કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે. 
 

 બોગસ બિલિંગ કેસમાં GST ના દરોડા, 10થી વધુ આરોપીઓને ફટકારાઈ નોટિસ

અમદાવાદઃ બોગસ બિલિંગ મામલે સેન્ટ્રલ જીએસટી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને sog એ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરમાં સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. અમુક કંપનીઓમાં કૌભાંડ ચાલતું હોવાની માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 200 જેટલી ખોટી રીતે બનાવેલી કંપની દ્વારા ઈનપુટ ટેક્સ ક્રેડિટ બનાવી હતી. અલગ-અલગ કંપનીઓમાંથી બોગસ બિલિંગનું કૌભાંડ મળી આવ્યું છે. 

fallbacks

આ કાર્યવાહીમાં ધ્રુવી એન્ટરપ્રાઇસ, અરહંસ સ્ટ્રીટના નિમેશ વોરા અને હેતલ વોરા સામે ફરિયાદ નોંધાય છે. તો ઓમ કન્સ્ટ્રક્શનના રાજેન્દ્ર સરવૈયા, વનરાજ સિંહ, બ્રીજરાજ સિંહ, હિત્વરાજ સિંહ સરવૈયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. કંન્કેશ્વરી એન્ટરપ્રાઈસ કાળુ વાઘ, પ્રફુલ્લ, મનન અને જયેશ વાજા અને વિજય વાઘ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 

આ લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ
કંન્કેશ્વરી એન્ટરપ્રાઈસ કાળુ વાઘ, પ્રફુલ્લ, મનન અને જયેશ વાજા અને વિજય વાઘ સામે ફરિયાદ નોંધાઈ છે. આ સિવાય  રાજ ઈન્ફ્રાના રત્નદિપ ડોડિયા , જયેશ સુરતરીયા અરવિંદ સુરતીયા, હરેશ કંસ્ટ્રક્શનના નિેલેશ નસીત જ્યોતિષ ગોંડલિયા અને પ્રભાબેન ગોંડલિયા, ડીએ એંટર પ્રાઈઝના પ્રોપરાઈટર, ઈથીરાજ કંન્સ્ટક્શનના પ્રાઈવેલ લી.ના પ્રોપરાઈટર સામે ફરિયાદ  નોંધાય છે. આ સિવાય બીજે ઓડેદરા પ્રોપરાઈટર્સ, આર એમ દાસા ઈનફ્રાસ્ટ્રક્ચર પ્રા. લીના પ્રોપરાઈટર્સ, આર્યન એસોસીએટ્સના પ્રોપરાઈટર્સ, પૃથ્વી બિલ્ડર્સના પ્રોપરાઈટર્સ,  પરેશ પ્રદિપભાઈ ડોડિયા સામે ફરિયાદ દાખલ થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More