અતુલ તિવારી/અમદાવાદ : આવતીકાલથી કોરોના સંક્રમણ વચ્ચે GTU ની પરીક્ષાઓ શરૂ થશે. અંતિમ વર્ષના કુલ 57,000 વિદ્યાર્થીઓની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામા આવશે. આવતીકાલથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા માટે 54,500 જેટલા વિદ્યાર્થીઓની નોંધણઈ થઈ છે. રાજ્યના 350 જેટલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. એક પરિક્ષાખંડમાં 15 વિદ્યાર્થીઓને ઝીગઝેગ ફોર્મેટમાં બેસાડવામાં આવશે. એક પરીક્ષા કેન્દ્ર પર 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આવતીકાલથી શરૂ થતી પરીક્ષા ના આપી શકતા વિદ્યાર્થીઓ માટે અન્ય બે ઓપ્શશન GTU દ્વારા આપવામાં આવ્યા છે. રેગ્યુલર વિદ્યાર્થી તરીકે જ અન્ય ઓપશન સમયે પરીક્ષા આપનાર વિદ્યાર્થીની પરીક્ષા લેવાશે. ઓફલાઈન પરીક્ષા ના આપી શકે તેમની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. 21 જુલાઈથી ઓનલાઈન પરીક્ષા શરૂ થશે. 1,350 વિદ્યાર્થીઓ 21 જુલાઈથી શરૂ થનારી ઓનલાઈન પરીક્ષા માટે નોંધાયા છે. 922 એવા વિદ્યાર્થીઓ નોંધાયા છે કે, જેઓ ઓફલાઈન અને ઓનલાઈન પરીક્ષા આપવા માંગતા નથી. 21 જુલાઈએ શરૂ થનારી ઓનલાઈન પરીક્ષા પણ ના આપી શકે તેવા વિદ્યાર્થીઓ માટે કોરોના સંક્રમણ ઘટે તે સમયે લેવાશે પરીક્ષા તેવો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, આવતીકાલે gtu ની પરીક્ષાનો પ્રારંભ થાય છે, તે પરીક્ષા પણ લેવાની છે. પરીક્ષા લેવી ન લેવી અંગે રજુઆતો અને આવી હતી અને સોશિયલ મીડિયા ઉપર અભિપ્રાય આપવા જણાવ્યું હતું કે અમારે પરીક્ષા આપવી છે તેની તરફેણમાં 54 હજાર વિદ્યાર્થીઓએ કહ્યું મારે પરીક્ષા આપવી છે અને આગળ પ્રવેશ મેળવવો છે. 900 જ વિદ્યાર્થીઓએ પરીક્ષા ન લેવી જોઈએ એવો અભિપ્રાય આપ્યો હતો. વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે. સોશિયલ મીડિયા સેનિટેશન પોલીસ બંદોબસ્તમાં વ્યવસ્થા સાથે 350 કેન્દ્રો ઉપર જીટીયુ દ્વારા પરીક્ષા લેવાશે. બધી જ યુનિવર્સિટીને આદેશ આપ્યો છે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે અને સંપૂર્ણ વ્યવસ્થા જળવાય તે રીતે છે ઓફલાઈન અને ઓનલાઇન પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓને ફરી તક આપવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું કે, આજના કેબિનેટ બેઠકમાં થયેલો નિર્ણય છે. બાકી તમામ સરકારી યુનિવર્સિટીમાં પરીક્ષા લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે