Home> Gujarat
Advertisement
Prev
Next

CM વિજય રૂપાણીનું હેલ્થ ચેકઅપ કરાયું, તબીબોએ સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કર્યાં

ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani), નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના સંપર્કમા આવ્યા હતા. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM) નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સવારે ગુજરાતના અગ્રણી તબીબો ડૉ. આર. કે. પટેલ અને ડૉ. અતુલ પટેલ દ્વારા તેમનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે મુજબ મુખ્યમંત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે. પરંતુ તકેદારીના ભાગરૂપે તેઓ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેશે. 

CM વિજય રૂપાણીનું હેલ્થ ચેકઅપ કરાયું, તબીબોએ સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કર્યાં

હિતલ પારેખ/ગાંધીનગર :ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani), નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના સંપર્કમા આવ્યા હતા. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM) નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સવારે ગુજરાતના અગ્રણી તબીબો ડૉ. આર. કે. પટેલ અને ડૉ. અતુલ પટેલ દ્વારા તેમનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે મુજબ મુખ્યમંત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે. પરંતુ તકેદારીના ભાગરૂપે તેઓ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેશે. 

fallbacks

કોંગ્રેસના 3 નેતાઓને કોરોના, ઈમરાન ખેડાવાલા બાદ કોર્પોરેટર બદરુદ્દીન શેખ પણ ઝપેટમાં   

મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ તેઓના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી વિડીયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે. તેઓને આગામી એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને મળવા માટે નહિ દેવાય. તેમજ તેઓ સરકારની તમામ કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી પોતાના નિવાસસ્થાનેથી રાબેતા મુજબ કરશે તેમ મુખ્ય મંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું છે. ત્યારે બીજી તરફ, WHOની ગાઈડલાઈન મુજબ CM વિજય રૂપાણી કોઈને મળી શકશે નહીં. 

ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગરમાં બધાનો જીવ ઉંચોનીચો, પણ વાંક કોનો, ઈમરાનનો કે સરકારનો..... 

ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર ગઈકાલે 14 એપ્રિલે ઈમરાન ખેડાવાલા સાથે એક જ કારમાં બેસી ગાંધીનગર ગયા હતા. ત્યાર બાદ રાત્રે ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ ખેડાવાલાના સંપર્કમાં આવ્યા હોવાથી ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. આજે કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ, કુલ કેસ 695, જેમાંથી અમદાવાદના જ 404

ઈમરાન ખેડાવાલાએ ત્રણ દિવસમાં જે જે લોકોના સંપર્કમાં આવ્યા હતા, તે બધામાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા ૩૦ લોકોના સેમ્પલ લેવાયા છે. જમાલપુર સ્થિત દેવળીવાડા ફ્લેટ સેનિટાઇઝ કરાયો છે. ઇમરાન ખેડાવાલાના ડ્રાઇવર અને ભત્રીજાના હેમ ક્વોરેન્ટાઇન કરાયા છે. ફ્લેટમાં રહેતા ૩૦ લોકોના સેમ્પલ લેવાયા છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું પણ સેમ્પલ લેવાયું છે. સાથે જ ગ્યાસુદ્દીન શેખને હોમ ક્વોકેન્ટાઇન કરવા સૂચના આપી દેવાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More